વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ બનાવવામાં આવી છે

ફાઇલ તસવીર
કટિહાર : વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ બનાવવામાં આવી છે, આ વખતે બિહારના કટિહારમાં. પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે આ હાઇસ્પીડ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના લીધે એના એક કોચની બારીનો કાચ તૂટ્યો હતો. કટિહાર જિલ્લામાં બલરામપુરના પોલીસ સ્ટેશન એરિયામાં તેલ્ટા રેલવે સ્ટેશન પાસે શુક્રવારે આ ઘટના બની હતી.
આ પહેલાં ૧૨ જાન્યુઆરીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર ફેંકવા સંબંધમાં વિશાખાપટ્ટનમમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. બીજી જાન્યુઆરીએ હાવડાથી ન્યુ જલપાઈગુડી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પણ માલદા પાસે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ત્રીજી જાન્યુઆરીએ દાર્જીલિંગના ફંસીદેવા એરિયા પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના બે કોચ પર પથ્થરો ફેંકવામાં આવતાં આ ટ્રેનને નુકસાન થયું હતું.