મહિલાઓએ આ પગલાની પ્રશંસા કરી હતી અને આ વિચારશીલ પગલા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો ખાસ આભાર માન્યો હતો.
કાશી વિશ્વનાથ મંદિર
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વારાણસીમાં આવેલા પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરમાં નારીશક્તિના સન્માનમાં એક ખાસ પહેલ કરવામાં આવી છે અને મહિલા-ભાવિકોનાં દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે આખો દિવસ મહિલાઓ VIP દર્શનનો આનંદ માણી શકશે. આ માટે ગેટ નંબર ચાર પર વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા મહિલાઓ મંદિરની સામાન્ય ભીડથી બચીને મુશ્કેલી વિના ભગવાન શિવનાં દર્શન અને જળાભિષેક કરી શકશે. મહિલાઓએ આ પગલાની પ્રશંસા કરી હતી અને આ વિચારશીલ પગલા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો ખાસ આભાર માન્યો હતો.
આ મુદ્દે કાશી વિશ્વનાથ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિશ્વ ભૂષણ મિશ્રાએ કહ્યું હતું કે એક મીડિયા જૂથ દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવ બાદ આ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે સૂચવ્યું હતું કે મહિલા દિને મહિલાઓ માટે દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવે. અમે આ પ્રસ્તાવ તરત જ સ્વીકારી લીધો અને કાશીના રહેવાસીઓ માટે આરક્ષિત ગેટ નંબર ૪ને અમે મહિલાઓ માટેના ગેટ તરીકે સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો.

