કૉંગ્રેસ અધ્યક્ષને તાજેતરમાં જ દિલ્હીના એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા જ્યાંથી તેમને સોમવારે સાંજે રજા મળી. કૉંગ્રેસનું કહેવું છે કે ડૉક્ટરોએ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી છે.
સોનિયા ગાંધી (ફાઈલ તસવીર)
નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધિત કહેવાતી મની લૉન્ડ્રિંગ મામલે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રવર્તન નિદેશાલયને પૂછપરથ બે દિવસ ટાળવાનો આગ્રહ કર્યો છે. સોનિયાએ ઇડીને પત્ર લખીને કોવિડ, ફેફસાના સંક્રમણમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા સુધી પોતાની રજૂઆતને થોડોક સમય માટે સ્થગિત કરવાની માગ કરી છે. સોનિયાએ ગુરુવારે 23 જૂનના પ્રવર્તન નિદેશાલયની સામે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. કોવિડ-19 સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે કૉંગ્રેસ અધ્યક્ષને તાજેતરમાં જ દિલ્હીના એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા જ્યાંથી તેમને સોમવારે સાંજે રજા મળી. કૉંગ્રેસનું કહેવું છે કે ડૉક્ટરોએ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી છે.
નોંધનીય છે કે આ મામલે ઇડી, રાહુલ ગાંધી સાથે પાંચ દિવસની પૂછપરછ કરી ચૂક્યું છે. ઈડી અધિકારીઓએ કાલે, મંગળવારે રાહુલ સાથે 10 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે સોમવાર, મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ ઇડીના અધિકારીઓએ 52 વર્ષીય રાહુલની 30 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી, આ દરમિયાન પીએમએલએ હેઠળ તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીની પૂછપરછમાં રાહુલ ગાંધીને `યંગ ઇન્ડિયન`ની સ્થાપના, `નેશનલ હેરલ્ડ`ના સંચાલન અને અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને કૉંગ્રેસ દ્વારા નોંધાયેલા ઋણ તથા મીડિયા સંસ્થાન વચ્ચે પૈસાના હસ્તાંતરણ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. `યંગ ઇન્ડિયન`ના પ્રવર્તકો અને શૅરહોલ્ડરોમાં સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના કેટલાક અન્ય નેતા સામેલ છે. કૉંગ્રેસે ઇડીની કાર્યવાહીને ભાજપ નીતી કેન્દ્ર સરકારની વિપક્ષી નેતાઓ વિરુદ્ધ બદલાની રાજનીતિ જાહેર કરી છે.

