નરેન્દ્ર મોદીને ‘પ્રવાસી પક્ષી’ ગણાવતી તામિલનાડુના મુખ્ય પ્રધાનની ટિપ્પણીથી નિર્મલા સીતારમણ નારાજ
નિર્મલા સીતારમણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ તામિલનાડુના પ્રવાસે ગયા હતા. એ પછી રાજ્યના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને મોદીને ‘પ્રવાસી પક્ષી’ ગણાવીને ટોણો માર્યો હતો. સ્ટૅલિનના આ નિવેદનથી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ નારાજ થયાં હતાં. એક ચૂંટણીસભામાં બોલતાં સીતારમણે કહ્યું હતું કે દેશમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જઈ શકે છે. (વડા પ્રધાન માટે) આ પ્રકારના શબ્દો ઠીક નથી. નિર્મલા સીતારમણ કૃષ્ણાગિરિ સીટના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સી. નરસિમ્હન માટે પ્રચાર કરી રહ્યાં હતાં. તેમણે રાજ્યમાં ડ્રગ્સની
હેરાફેરી સહિતના મુદ્દે DMK (દ્રવિડ મુન્નેત્ર કઝઘમ) સરકારની ઝાટકણી કાઢી હતી.