આ ડીલના ભાગરૂપે ફ્રાન્સ છ ન્યુક્લિયર સબમરીન વિકસાવવા માટે ભારતના પ્રોગ્રામનો એક ભાગ બનશે

પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન નેવી અત્યારે મૉડર્નાઇઝેશનની પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. હવે નેવીની તાકાતમાં વધારો થઈ શકે છે, કેમ કે ફ્રાન્સે ભારતને મહત્ત્વની ન્યુક્લિયર સબમરીન ડીલની ઑફર આપી છે.
આ ડીલના ભાગરૂપે ફ્રાન્સ છ ન્યુક્લિયર સબમરીન વિકસાવવા માટે ભારતના પ્રોગ્રામનો એક ભાગ બનશે. ફ્રાન્સે એના બર્રાકુડા-ક્લાસ ન્યુક્લિયર સબમરીન પ્રોગ્રામની ટેક્નૉલૉજી શૅર કરવાની પણ ઑફર આપી છે.
થોડા દિવસ પહેલાં અમેરિકાએ ઑસ્ટ્રેલિયાને પાંચ ન્યુક્લિયર સબમરીન આપવાની વાત કહી હતી ત્યારે એના પછી ફ્રાન્સ દ્વારા ભારતને આ ઑૅફરથી ચીનને વધુ આંચકો લાગશે. જો ઇન્ડિયન નેવી ફ્રાન્સના પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો એનાથી આત્મનિર્ભર ભારત માટેની પહેલને બળ મળશે. ભારત સરકારે ફેબ્રુઆરી ૨૦૧૫માં જ ન્યુક્લિયર સબમરીન માટેના ઇન્ડિયન નેવીના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ સબમરીનની ડિઝાઇન ઇન્ડિયન નેવીની ઇન-હાઉસ ડિરેક્ટૉરેટ ઑફ નૅવલ ડિઝાઇન દ્વારા જ તૈયાર કરવાનું અને વિશાખાપટ્ટનમમાં શિપબિલ્ડિંગ સેન્ટર ખાતે એનું બાંધકામ શરૂ કરવાનું નક્કી થયું હતું. પહેલી સબમરીન ૨૦૩૨માં સર્વિસમાં એન્ટર થાય એવી યોજના છે.