દીકરાની સ્કૂલના આ નવા નિયમને શુગર કૉસ્મેટિક્સનાં CEO વિનીતા સિંહે વખોડતાં કહ્યું, ‘શું આવો બદલાવ સ્ત્રીઓ નથી ઇચ્છતી’
વિનીતા સિંહ
શાર્ક ટૅન્ક ફેમ અને શુગર કૉસ્મેટિક્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) વિનીતા સિંહે પોતાના દીકરાની સ્કૂલમાં બનેલા નવા નિયમને વખાડ્યો હતો. સ્કૂલબસમાં અને જાહેર સ્થળોએ છોકરીઓ પર થતા જાતીય હુમલાને પગલે કેટલીક સ્કૂલોએ સ્કૂલબસની પહેલી રોમાં છોકરીઓને નહીં બેસાડવાનો નિયમ બનાવ્યો છે જેથી છોકરીઓનો ડ્રાઇવર સાથે ઓછામાં ઓછો કૉન્ટૅક્ટ રહે. પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની એ પછીથી હૉસ્પિટલોમાં બને ત્યાં સુધી છોકરીઓને નાઇટ શિફ્ટ ન આપવામાં આવે એવું સજેશન થયું હતું. આ બન્ને મુદ્દે વિનીતા સિંહે કહ્યું હતું કે ‘સ્કૂલોનો આ નિર્ણય કન્વીનિયન્ટ છે. મૂળ સમસ્યા સૉલ્વ નથી થતી. ધીમે-ધીમે આવા નિયમ યંગ છોકરીઓની સ્વતંત્રતા પર મર્યાદાઓ જ બાંધતા રહેશે. શું આવા બદલાયેલા સમાજની આપણે અપેક્ષા રાખીએ છીએ?’


