`મને એ વાતની ખુશી છે કે તેમણે રાજીનામું આપ્યું છે.’
રૉબર્ટ વાડ્રા
સૅમ પિત્રોડાની જાતિવાદી ટિપ્પણીને કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાએ નર્યો બકવાસ ગણાવી હતી અને એક શિક્ષિત વ્યક્તિ આ પ્રકારે ટિપ્પણી કઈ રીતે કરી શકે એ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રૉબર્ટ વાડ્રાએ હિન્દીમાં કહ્યું હતું કે સૅમ પિત્રોડાને બકવાસ કી હૈ, મેં ઉનકી બાત સે સહમત નહીં હૂં.ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ ચૅરમૅન સાથે પોતે સંપૂર્ણપણે અસંમત હોવાનું કહી રૉબર્ટ વાડ્રાએ જણાવ્યું હતું કે ‘તમે વર્તમાન સરકારની ઊણપો વિશે કહો છો, પરંતુ સોફા પર બેસીને તમે કંઈ પણ કહો એ સદંતર નૉનસેન્સ છે. મને એ વાતની ખુશી છે કે તેમણે રાજીનામું આપ્યું છે.’

