રૉબર્ટ વાડ્રા સેન્ટ્રલ દિલ્હીસ્થિત પોતાના ઘરથી EDની ઑફિસ સુધી બે કિલોમીટર પગપાળા ચાલીને પહોંચ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
કૉન્ગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રા મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) ઑફિસ પહોંચ્યા હતા, જ્યાં હરિયાણાના ગુરુગ્રામના શિકોપુર જમીન કૌભાંડમાં ૫૬ વર્ષના રૉબર્ટ વાડ્રાની ૬ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. તેમને બુધવારે ફરીથી EDએ બોલાવ્યા હતા. રૉબર્ટ વાડ્રા સેન્ટ્રલ દિલ્હીસ્થિત પોતાના ઘરથી EDની ઑફિસ સુધી બે કિલોમીટર પગપાળા ચાલીને પહોંચ્યા હતા.
ED ઑફિસ પહોંચતાં પહેલાં રૉબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે ‘જ્યારે પણ હું લોકોનો અવાજ ઉઠાવું છું અથવા રાજનીતિમાં આવવાનો પ્રયાસ કરું છું ત્યારે આ લોકો મને દબાવે છે અને એજન્સીઓનો દુરુપયોગ કરે છે. હું હંમેશાં તમામ સવાલોનો જવાબ આપું છું અને આગળ પણ આપતો રહીશ. આ કેસમાં કંઈ નથી.’

