સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને આ અપૉઇન્ટમેન્ટની જાણ કરી દીધી છે
રાહુલ ગાંધી
ગઈ કાલે વિરોધ પક્ષના નેતાઓની કૉન્ગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે લોકસભામાં રાહુલ ગાંધીને વિરોધ પક્ષના નેતા નીમવામાં આવ્યા હતા. આ નિર્ણયની પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને લેટર દ્વારા જાણ કરવામાં આવી હોવાનું કૉન્ગ્રેસે કહ્યું હતું. કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીનાં ચૅરપર્સન સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને આ અપૉઇન્ટમેન્ટની જાણ કરી દીધી છે.’


