Droupadi Murmu signs Women Reservation Bill:
દ્રૌપદી મુર્મૂ (ફાઈલ તસવીર)
Droupadi Murmu signs Women Reservation Bill: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે (29 સપ્ટેમ્બર) સ્વીકૃતિ આપી દીધી છે. આ બિલ સંસદની બન્ને સદનમાંથી પાસ થઈ ચૂક્યું છે.
Droupadi Murmu signs Women Reservation Bill: મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે (29 સપ્ટેમ્બર) સ્વીકૃતિ આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરના લોકસભા અને 21 સપ્ટેમ્બરના રાજ્યસભામાં પાસ થયો. કોઈપણ બિલ સંસદના બન્ને સદનમાંથી પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિની સ્વીકૃતિ માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો ઘડાઈ શકે.
ADVERTISEMENT
આ કાયજો લાગુ થવા પર લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33 ટકા અનામત મળશે. બિલના સંસદમાંથી પાસ થવા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે આ લૈંગિક ન્યાય માટે અમારા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે.
સંસદના ખાસ સત્રમાં પાસ થયું હતું મહિલા આરક્ષણ બિલ
સરકારે તાજેતરમાં જ 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું ખાસ સત્ર બોલાવ્યું હતું. આ દરમિયાન બે ઐતિહાસિક કામ થયા. એક જૂના સંસદભવનમાંથી કામકાજ સંસદની નવી બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યું અને બીજું બન્ને સદનમાંથી મહિલા આરક્ષણ બિલ પાસ થયું.
સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ વિધેયકના નામે મહિલા આરક્ષણ બિલને 19 સપ્ટેમ્બરના રોજ લોકસભામાં રજૂ કર્યો હતો. સદનમાં બે દિવસ આ બિલ પર ચર્ચા ચાલી. મોટાભાગના દળોએ આ બિલનું સમર્થન કર્યું. 20 સપ્ટેમ્બરના લોકસભામાં આ બિલના પક્ષમાં 454 વોટ પડ્યા અને બે વોટ વિરોધમાં પડ્યા.
વિરોધમાં એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વોટ નાખ્યો અને તેમની પાર્ટીના જ એક અન્ય સાંસદે વિરોધમાં મત આપ્યો હતો. આખરે લોકસબામાં બે તૃતિયાંશ બહુમતથી બિલ પાસ થયું. ત્યાર બાદ બિલને બીજા જ દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં આના પક્ષમાં 214 મત આપવામાં આવ્યા અને વિરોધમાં એક પણ મત આપવામાં આવ્યો નહીં.
ક્યાં સુધી લાગુ થશે મહિલા આરક્ષણ કાયદો?
અનેક વિપક્ષી દળોએ બિલનું સમર્થન તો કર્યું છે પણ આ લાગુ પાડવા માટે નક્કી કરેલી શરતોને લઈને સરકારની ટીકા કરી છે. હકીકતે, બિલની જોગવાઈ કહે છે કે આને જનગણના અને પરિસીમન પ્રક્રિયા પૂરી થયા બાદ લાગુ પાડવામાં આવશે. લોકસભા ચૂંટણી 2024 પછી જનગણના થશે અને ત્યાર બાદ પરિસીમન થશે.
જાણકારો પ્રમાણે આ 2029ની લોકસભા ચૂંટણીની આસપાસ અમલમાં આવી શકશે, જ્યારે મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ આને શક્ય તેટલા વહેલા લાગુ પાડવાની માગ કરી છે, સાથે જ એ પણ કહ્યું કે આમાં ઓબીસી અને મુસ્લિમ મહિલાઓને પણ સામેલ કરવા જોઈએ.


