પોલીસે આરોપી સરફરાઝ અજમલ ખાન પાસેથી ત્રણ મોબાઇલ, બે મોટરબાઇક અને ૫.૮૩ લાખ રૂપિયાનો એક ટેમ્પો કબજે કર્યો છે

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના થાણે જિલ્લાની પોલીસે ૨૮ વર્ષના એક યુવકની ધરપકડ કરીને રસ્તા પર લોકોને લૂંટવાના અને વાહનોની ચોરીના ચાર કેસ ઉકેલ્યા છે. પોલીસે આરોપી સરફરાઝ અજમલ ખાન પાસેથી ત્રણ મોબાઇલ, બે મોટરબાઇક અને ૫.૮૩ લાખ રૂપિયાનો એક ટેમ્પો કબજે કર્યો છે, એમ ભિવંડીના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર કિશોર ખૈરનારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચોરીના કેસ વધતાં અમે જાપ્તો વધાર્યા બાદ નારપોલીના રહેવાસી સરફરાઝની ધરપકડ કરી હતી. આ સિવાયના અન્ય ગુનાઓમાં તેની સંડોવણી હતી કે કેમ એની પોલીસ તપાસ ચલાવી રહી છે.