મધ્ય પ્રદેશની રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાકલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ઝાબુઆ (પીટીઆઇ) : મધ્ય પ્રદેશમાં ઝાબુઆ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જન જાતીય મહસભાને સંબોધવા દરમિયાન ‘૨૪મેં ૪૦૦ પાર’ની પોતાની હાકલનો પુનરુચ્ચાર કર્યો હતો અને જણાવ્યું હતું કે એનડીએ ૪૦૦ના આંકડાને પાર કરી શકે તો બીજેપીએ એકલે હાથે ૩૭૦થી વધુ બેઠકો મેળવવી જોઈએ. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીએ લોકોનો મિજાજ દર્શાવ્યો છે. અહીં હું એક સેવક તરીકે આવ્યો છું. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સંસદમાં વિરોધ પક્ષના નેતા પણ એમ કહેતા હતા કે ‘૨૪મેં ૪૦૦ પાર’. મોદીએ આમ કહેતાં મહાસભામાં ઉપસ્થિત લોકોએ પણ ‘૨૪મેં ૪૦૦ પાર’નો પુનરુચ્ચાર કર્યો હતો.
વિરોધ પક્ષે ‘૨૪મેં ૪૦૦ પાર’નો ઉલલેખ કર્યો ત્યારે મેં કહ્યું હતું કે મેં પણ સાંભળ્યું છે કે એનડીએ ૪૦૦નો આંકડો પાર કરશે. બીજેપી એકલે હાથે ૩૭૦ના આંકડાને પાર કરશે એવું પણ મેં સાંભળ્યું હતું. તમે ઘરે-ઘરે જઈને મોદી સરકારના પ્રોજેક્ટો વિશે કહો. તમે આમ કરી શકશો તો આપણે ૩૭૦ના આંકડાને પાર કરી શકશું એમ મોદીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
તારો પ્રેમ પહોંચ્યો મારા સુધી, હવે હાથ નીચે કર...
અહીં રવિવારે આયોજિત આદિવાસીઓની એક રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નાના બાળકને હાથ દુખી ન જાય એ માટે તેને નહીં હલાવવા વિનંતી કરી હતી. તારો પ્રેમ પામ્યો છું પુત્ર, મહેરબાની કરી તારો હાથ નીચે રાખ અન્યથા હાથ દુખવાની શરૂઆત થશે. લોકો હર્ષનાદ કરી રહ્યા હતા ત્યારે એક માણસ કે જે આ છોકરાનો પિતા હતો તે દેખીતી રીતે જ તેને તેડીને ઊભો હતો. આથી મોદીએ તેને વિનંતી કરી હતી. મોદીએ આ બાળકને હાથ સતત હલાવવાથી દુખાવો થશે એમ વારંવાર કહ્યું હતું. મધ્ય પ્રદેશમાં ૭૫૫૦ કરોડ રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને શિલારોપણ વિધિ બાદ મોદીએ ઝાબુઆમાં મહાસભાને સંબોધી હતી.

