પોલીસે તેમની અટક કર્યા બાદ અત્યારે તેઓ બેમુદત ભૂખહડતાળ પર ઊતરી ગયા છે
સોનમ વાંગચુક
લદાખ વિસ્તાર માટે બંધારણના છઠ્ઠા શેડ્યુલના અમલની માગણી કરનારા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને તેમના કેટલાક સાથીદારોની સોમવારે રાતે અટક કરવામાં આવી હતી. તેમને તાત્કાલિક છોડી મૂકવાની માગણી દિલ્હી હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. આ પિટિશનની તાત્કાલિક સુનાવણીની માગણી કરવામાં આવી હતી, પણ કોર્ટે એ માટે ગુરુવારે સુનાવણી રાખી છે. લેહથી દિલ્હી સુધી તેઓ ચાલીને આવ્યા હતા અને ગાંધીજયંતીએ તેઓ રાજઘાટ પહોંચવાના હતા, પણ સોમવારે સિંધુ બૉર્ડર પર તેમની અટક કરવામાં આવી હતી. ભૂખહડતાળ બાદ ગયા મહિને તેમણે લેહથી ‘દિલ્હી ચલો પદયાત્રા’ શરૂ કરી હતી. જોકે પોલીસે તેમની અટક કર્યા બાદ અત્યારે તેઓ બેમુદત ભૂખહડતાળ પર ઊતરી ગયા છે.