કંપનીએ ઑનલાઇન રીટેલ બિઝનેસમાં હિસ્સેદારી વધારવા માટે બિટસિલાને હસ્તગત કરી છે
પ્રતીકાત્મક તસવીર
પેટીએમ ઈ-કૉમર્સે એનું નામ બદલીને પાઈ પ્લૅટફૉર્મ્સ કરી દીધું છે. સાથે જ કંપનીએ ઑનલાઇન રીટેલ બિઝનેસમાં હિસ્સેદારી વધારવા માટે બિટસિલાને હસ્તગત કરી છે. બિટસિલા ઓએનડીસી પર એક વેચાણ પ્લૅટફૉર્મ છે. આ મામલે એક સૂત્રના જણાવ્યા મુજબ કંપનીએ લગભગ ત્રણ મહિના પહેલાં નામ બદલવા માટેની અરજી કરી હતી. આઠમી ફેબ્રુઆરીએ એને કંપની રજિસ્ટ્રારથી મંજૂરી મળી ગઈ. કંપની રજિસ્ટ્રારના આઠમી ફેબ્રુઆરીના નોટિફિકેશન મુજબ આ પ્રમાણપત્રની તારીખથી કંપનીનું નામ પેટીએમ ઈ-કૉમર્સ પ્રાઇવેટ લિમિટેડથી બદલાઈને પાઈ પ્લૅટફૉર્મ્સ પ્રાઇવેટ લિમિટેડ કરવામાં આવ્યું છે. એલિવેશન કૅપિટલ પેટીએમ ઈ-કૉમર્સમાં સૌથી મોટા શૅરધારક છે. આ પેટીએમના સંસ્થાપકના સીઈઓ વિજય શેખર શર્મા, સૉફ્ટબૅન્ક અને ઈબેનું પણ સમર્થન પ્રાપ્ત છે. સૂત્રોએ જણાવ્યું કે કંપનીએ હવે ઇનોબિટ્સ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (બિટસિલા)ને હસ્તગત કરી લીધી છે, જે ૨૦૨૦માં રજૂ કરાઈ હતી.