Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સમ્મેદ શિખરજી વિવાદ: ટૂરિસ્ટ પ્લેસ અને તીર્થસ્થળ વચ્ચે શું છે ફરક? જાણો અહીં

સમ્મેદ શિખરજી વિવાદ: ટૂરિસ્ટ પ્લેસ અને તીર્થસ્થળ વચ્ચે શું છે ફરક? જાણો અહીં

05 January, 2023 03:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

થોડોક સમય પહેલા ઝારખંડ સરકારે આ જગ્યાને પર્યટન તરીકે તૈયાર કરવાની વાત કરી હતી. આથી આ સંપ્રદાય નારાજ છે કે ટૂરિસ્ટ સ્પૉટ પર થનારી બધી એક્ટિવિટીઝ હવે તેમના ધાર્મિક સ્થળે પણ થવા માંડશે, જેમ કે માંસ-દારૂનું સેવન.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કઈ રીતે કોઈ જગ્યા ટૂરિસ્ટ સ્પૉટ (Tourist Spot) બને છે, અથવા કેવી રીતે તેને તીર્થ સ્થળનો દરજ્જો મળે છે, એ જાણતા પહેલા તાજેતરના વિવાદને સમજીએ. ઘટના ઝારખંડના (Zarkhand) પારસનાથ (Parasnath) સ્થિત સમ્મેદ શિખરજી સાથે જોડાયેલી છે, જે આ સમુદાયના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. થોડોક સમય પહેલા ઝારખંડ સરકારે આ જગ્યાને પર્યટન તરીકે તૈયાર કરવાની વાત કરી હતી. આથી આ સંપ્રદાય નારાજ છે કે ટૂરિસ્ટ સ્પૉટ પર થનારી બધી એક્ટિવિટીઝ હવે તેમના ધાર્મિક સ્થળે પણ થવા માંડશે, જેમ કે માંસ-દારૂનું સેવન.

આ વાતને લઈને દેશઆખામાં પ્રદર્શન થઈ રહ્યું છે. અહીં સુધી કે અનશન દરમિયાન એક જૈન મુનિનું નિધન પણ થઈ ગયું છે. આ મામલો હજી વધી ઉગ્ર બન્યો છે. હે જૈન સંપ્રદાય કોઈ કાળે પારસનાથને તીર્થમાંથી પર્યટનસ્થળ ન થવા દેવા મામલે અડ્યું છે.



કોઈપણ સ્થળ તીર્થ કે ટૂરિસ્ટ સ્પૉટ થઈ શકે છે?
તીર્થસ્થળ અને પર્યટન સ્થળમાં બેઝિક ફરક છે ભાવના અને વ્યવહારનો. ટૂરિસ્ટની જેમ જતી વખતે જ્યારે આપણે આપણો સામાન બાંધીએ છીએ, તો તે જ ફેરફાર લાગે છે. પોતાના ગમતા કપડાંથી લઈને ગમતું ભોજન આપણી પ્રાથમિકતા હોય છે. ટૂરિસ્ટ સ્પૉટ પર ખાણીપીણી અને વ્યવહારમાં છૂટ મળે છે. સહેલાણીઓ વધારે એન્જૉય કરવા જાય છે. મનોરંજન માટે અનેક સુવિધાઓ હોય છે.


તીર્થસ્થળે અલેખિત ડ્રેસ કોડ પણ હોય
તીર્થસ્થળે બધુ બદલાઈ જાય છે. ત્યાં ધર્મ પણ હોય છે અને કટ્ટરતા પણ. ખાસ પ્રકારના કે શક્ય તેટલા સાદગીભર્યા વસ્ત્રો અને ખાણીપીણી પર જોર આપવામાં આવે છે. તીર્થસ્થળની આસપાસ અને તેનાથી ખાસ્સા અંતરે પણ આ વસ્તુઓ પર પ્રતિબંધ પણ હોય છે જેથી કોઈ ધર્મ વિશેષને મુશ્કેલી ન થાય. આ નિયમ હિંદૂ, કે જૈન ધર્મમાં જ નહીં, પણ આખા વિશ્વમાં જ્યાં પણ, જેટલા પણ તીર્થસ્થળો છે, ત્યાં લાગુ પડે છે. અહીં સુધી કે વેટિકન સિટીની પણ વાત કરીએ તો ત્યાં પણ આ નિયમ પાળવા પડે છે.

આસ્થા સાથે જોડાયેલા રહેવું જરૂરી
તીર્થ કહેવાવા માટે કોઈ જગ્યામાં કેટલીક ખાસ વાતો હોવી જોઈએ, જેમ કે ધર્મ સાથે તેનો સંબંધ, કોઈ આધ્યાત્મિક યાત્રા, કે પછી આસ્થા. આમ તો પશ્ચિમી દેશોમાં આને ધર્મને બદલે વધારે અધ્યાત્મ સાથે જોડવામાં આવે છે. હાલ એ ચલણ આવ્યું છે તે, જેમાં કોઈ ખાસ પ્રોફેશનનો પાયો રાખી ચૂકેલા લોકોના જન્મ કે કર્મસ્થળને તીર્થની જેમ વિકસિત કરવામાં આવી રહ્યું છે. જો કે, ભારત સહિત મોટાભાગના દેશોમાં પણ હવે ધાર્મિક સ્થળો જ તીર્થસ્થળો તરીકે માનવામાં આવે છે.


નદી કે પાણીના સ્ત્રોત સાથે સંબંધ
તીર્થ સંસ્કૃતમાંથી નીપજેલો શબ્દ છે, જેનું મહત્વ નદી કે ઘાટ કિનારાના પવિત્ર સ્થાન. જોવા જઈએ તો આપણે ત્યાં મોટાભાગના તીર્થ નદી કિનારે જ છે. શ્રદ્ધાળુ સ્નાન બાદ શરીર અને મનની શુદ્ધિ સાથે ઈશ્વરના દર્શન કરે છે.

આ પણ વાંચો : ...તો મહારાષ્ટ્રમાં જૈનો ભૂખહડતાળ પર ઊતરશે

ભાવનાઓને જોતા થાય છે ફેરફાર
ટૂરિસ્ટ સ્પૉટ અને તીર્થસ્થળ માટે કોઈ ખાસ ટૅગ તો નથી, પણ સરકાર આનો નિર્ણય તે જગ્યા સાથે જોડાયેલી આસ્થાને આધારે લે છે. જો કેઈક કે ઘણાં બધાં ધર્મોની આસ્થા કોઈ ખાસ જગ્યા માટે હોય, અથવા તે જગ્યાના કેટલાક ધાર્મિક મહત્વ હોય તો સામાન્ય રીતે તીર્થસ્થળ તરીકે જ ડેવલપ કરવામાં આવે છે. આની આસપાસ ટ્રાન્સપૉર્ટ, ભોજન, સારવારની વ્યવસ્થા તો હોય છે, પણ મનોરંજન માટેની વસ્તુઓ ખૂબ જ ઓછી મળશે.

આ પણ વાંચો : સુરતની રૅલીમાં માનવમહેરામણ ઊમટ્યું

આ પ્રકારના હોય છે ટૂરિસ્ટ પ્લેસ
ટૂરિસ્ટ સ્પૉટ પર એશોઆરામની તમામ વસ્તુઓ હશે. તેને એ રીતે જ બનાવવામાં આવશે કે દેશ જ નહીં, વિશ્વના લોકો પણ ત્યાં આવીને આનો આનંદ માણી શકે. આથી રાજસ્વ પણ વધે છે. આ જ કારણ છે કે મોટાભાદના દેશોમાં ટૂરિસ્ટ સ્પૉટ જ વધારે છે. ભારતમાં સેક્શન 3 હેઠળ પર્યટન વિભાગ કોઈ ખાસ જગ્યાને ટૂરિસ્ટ સ્પૉટ ડિક્લેર કરે છે. આ પહેલા તે જગ્યા પર જઈને નક્કી કરવામાં આવે છે કે તેમાં સહેલાણીઓને લલાચવવા માટેની બધી જ વસ્તુઓ છે. તીર્થસ્થળોને તીર્થ જાહેર કરવાનું કામ સરકારને બદલે સામાન્ય રીતે ધર્મ વિશેષ કરે છે. સરકાર આ મામલે વચ્ચે ખૂબ જ ઓછું પડે છે.

આ પણ વાંચો : જૈન ધર્મ પ્રથમ...અને રાજકરણ પછી...વડોદરામાં જૈન સમાજની રેલીનો પોકાર

પારસનાથજીની વાત કરીએ તો વર્ષ 2019માં આ પવિત્ર પર્વતને ઈકો સેન્સિટિવ ઝૉન જાહેર કરવામાં આવ્યો. આ એવું ક્ષેત્ર હોય છે જે કોઈપણ કારણે પર્યાવરણ માટે સંવેદનશીલ હોય છે. અહીંની વનસ્પતિ અને જીવ-જંતુઓની રક્ષા પર ખાસ ધ્યાન આપતા સરકાર આવી જગ્યાને ઈકો-ટૂરિઝ્મના સ્ત્રોતની જેમ જુએ છે. પારસનાથજીને પણ આ રીતે ડેવલપ કરવાની વાત હશે, જેના પછી વિરોધ શરૂ થયો.

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2023 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK