પ્રદર્શનકારીઓએ ભારતને સમર્થન આપતાં પ્લૅકાર્ડ પકડીને પાકિસ્તાનવિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો
કેનેડા
પહલગામ આતંકવાદી હુમલા સામે રવિવારે અનેક દેશોમાં ભારતીય સમુદાયે વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. આ આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમેરિકા, ફ્રાન્સ, જર્મની, કૅનેડા, ફિનલૅન્ડ, ડેન્માર્ક અને સ્પેન સહિતના દેશોમાં પ્રદર્શનકારીઓએ ભારતને સમર્થન આપતાં પ્લૅકાર્ડ પકડીને પાકિસ્તાનવિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો અને ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. આ હુમલામાં જીવ ગુમાવનારા ૨૬ લોકોના પરિવારોને ન્યાય મળે એવી માગણી કરવામાં આવી હતી. આ મુદ્દે એક પ્રદર્શનકારીએ કહ્યું કે અમને આશા છે કે ભારત સરકાર પાકિસ્તાનને એ ભાષામાં જવાબ આપશે જે તેઓ સમજે છે. એક પ્લૅકાર્ડમાં લખ્યું હતું કે ભારત, અમે તારી સાથે છીએ.


