૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૧૦ વર્ષથી વધુ જૂનાં ડીઝલનાં વાહનોને દિલ્હીના રસ્તા પર ચલાવવા પર પ્રતિબંધ હોવાથી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપે એક્સ્ટેન્શન માટે કરેલી અરજી નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફગાવી દીધી
નરેન્દ્ર મોદીના કાફલા સાથે હંમેશાં જોવા મળતી SPG
નરેન્દ્ર મોદીના કાફલા સાથે હંમેશાં જોવા મળતી ત્રણ સ્પેશ્યલ ડીઝલ ગાડીઓના રજિસ્ટ્રેશનને આગળ લંબાવવાનો નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ \(SPG)નાં આ ખાસ વાહનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે વપરાય છે અને ડીઝલથી ચાલે છે. NGTના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને એક્સપર્ટ મેમ્બર ડૉ. એ સેન્થિલ વેકની બેન્ચે ૨૦૧૮ના ઑક્ટોબરના સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું હતું કે ૧૦ વર્ષથી વધુ જૂનાં ડીઝલવાળાં વાહનોને દિલ્હીના રસ્તાઓ પર ચલાવવા માટેનો પ્રતિબંધ બધા માટે એકસરખો લાગુ પડે છે. નવાઈની વાત એ છે કે આ ત્રણ વાહનો બહુ ચાલ્યાં નથી. આ વાહનો છેલ્લાં ૧૦ વર્ષમાં માત્ર ૬,૦૦૦, ૯૫૦૦ અને ૧૫,૦૦૦ કિલોમીટર જ ચાલ્યાં છે.

