Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts : નવીનક્કોર ગાડીઓ તરવા માંડી

News In Shorts : નવીનક્કોર ગાડીઓ તરવા માંડી

Published : 08 September, 2025 02:15 PM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

News In Shorts : ગળાડૂબ પાણીમાં પિતૃતર્પણવિધિ, કિસ મેં કિતના હૈ દમ, સ્પીકરનો ગેટ, વધુ સમાચાર

નવીનક્કોર ગાડીઓ તરવા માંડી

નવીનક્કોર ગાડીઓ તરવા માંડી


હરિયાણાના ઝાઝર જિલ્લાના બહાદુરગઢમાં મારુતિના સ્ટૉક-યાર્ડમાં એટલુંબધું પાણી ભરાઈ ગયું હતું કે સેંકડો ગાડીઓ પાણીમાં તરતી હતી.

ગળાડૂબ પાણીમાં પિતૃતર્પણવિધિ




ગઈ કાલે પિતૃપક્ષનો પહેલો દિવસ હતો, પરંતુ નર્મદા નદીનાં પાણી ચોમેર ફરી વળ્યાં હોવાથી જબલપુરમાં લોકોએ પિતૃપક્ષની વિધિ કરવા માટે ગળા સુધી આવી ગયેલા પાણીમાં ચાલીને મંદિરમાં પૂજા કરી હતી.

કિસ મેં કિતના હૈ દમ


નવી દિલ્હીના BJP હેડક્વૉર્ટર્સમાં ‘નમો યુવા રન - ફૉર નશામુક્ત ભારત’ અભિયાનના લૉન્ચ પ્રસંગે ભારતીય જનતા યુવા મોરચાના પ્રેસિડન્ટ તેજસ્વી સૂર્યા તથા બૉલીવુડ ઍક્ટર અને ફિટનેસપ્રેમી મિલિંદ સોમણ વચ્ચે પુશ-અપ્સની સ્પર્ધા યોજાઈ હતી.

સ્પીકરનો ગેટ

જપાનના તોકુશિમામાં એક અનોખો ગેટ બનાવવામાં આવ્યો છે. આ ગેટને તોરી ગેટ કહેવાય છે જે જાત-જાતનાં સ્પીકરોને ગોઠવીને બન્યો છે. આ સ્પીકરને બ્લુટૂથથી કનેક્ટ કરીને ચલાવી પણ શકાય છે.

બાલીનાં આ ૧૦૬ વર્ષનાં દિગ્ગજ નૃત્યાંગનાના લાવણ્યનું શું કહેવું?

તાનિયા ચૅટરજી નામની એક ફોટોગ્રાફરે થોડા દિવસ પહેલાં બાલીનો એક વિડિયો શૅર કર્યો છે. બાલીના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતા તેના બ્લૉગમાં એક વયસ્ક નૃત્યાંગનાનો પણ સમાવેશ થાય છે. આ નૃત્યાંગના છે ૧૦૬ વર્ષનાં. નામ છે નિયાંગ સોલી. બાલીમાં રહેતાં આ દાદી આ ઉંમરે પણ જે લચક અને લાવણ્ય સાથે ટ્રેડિશનલ ડાન્સ કરે છે એ જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય એવું છે.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2025 02:15 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK