કૅનેડામાં ઍક્સિડન્ટ : ૩ ભારતીયોના જીવ ગયા, ગુજરાતના પ્રધાન રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક, અને વધુ સમાચાર
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વન૯૭ કમ્યુનિકેશન્સ લિમિટેડની પેમેન્ટ એગ્રિગેટર કંપની પેટીએમ પેમેન્ટ્સ સર્વિસિસ લિમિટેડ (પીપીએસએલ)માં ચીનમાંથી એફડીઆઇ છે કે નહીં એની સરકાર તપાસ કરી રહી છે. નવેમ્બર ૨૦૨૦માં કંપનીએ પેમેન્ટ એગ્રિગેટર્સ ઍન્ડ પેમેન્ટ ગેટવેના રેગ્યુલેશન હેઠળ પેમેન્ટ એગ્રિગેટર તરીકે કામ કરવા માટે આરબીઆઇ પાસે લાઇસન્સ માટે અરજી કરી હતી. જોકે નવેમ્બર ૨૦૨૨માં રિઝર્વ બૅન્કે અરજી ફરી સબમિટ કરવા કહ્યું હતું જેથી એફડીઆઇ રૂલ્સ અંતર્ગત પ્રેસ નોટ ૩નું પાલન કરી શકાય. વન૯૭ કૉમ્યુનિકેશન્સ લિમિટેડમાં ચાઇનીઝ ફર્મ એન્ટ ગ્રુપ કંપનીનું રોકાણ છે.
કૅનેડામાં ઍક્સિડન્ટ : ૩ ભારતીયોના જીવ ગયા
કૅનેડા (બ્રૅમ્પટન) : કૅનેડાના બ્રૅમ્પટનમાં પૂરપાટ વેગે આગળ જઈ રહેલી કારને અકસ્માત નડતાં બે ભાઈઓ ૨૩ વર્ષનો રિતિક છાબરા અને ૨૨ વર્ષનો રોહન છાબરા તથા તેમના એક મિત્ર ૨૪ વર્ષના ગૌરવ ફસાગેના જીવ ગયા હતા. આ ત્રણેય યુવકોના મૃતદેહ વતન મોકલવા માટે ભંડોળ ઊભું કરવામાં આવી રહ્યું છે.
વર્તમાન સપ્તાહની શરૂઆતમાં ગુરુવાર મધરાત બાદ કૅનેડાના બ્રૅમ્પટનમાં બે વાહનો ટકરાયાં હતાં, એમ અખબારી અહેવાલોએ જણાવ્યું હતું. જોકે પોલીસને શંકા છે કે યુવાનોની કાર-રેસને કારણે ઍક્સિડન્ટ થયો હતો. અકસ્માત થયો એ દિવસે રિતિક છાબરા ૨૩મો જન્મદિન ઊજવી રહ્યો હતો.
ADVERTISEMENT
ગુજરાતના પ્રધાન રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક
અમદાવાદ : ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતાં રાજકોટની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાઘવજી પટેલ પાસે કૃષિ ઉપરાંત પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગનો પણ અખત્યાર છે. જામનગરમાં શનિવારે રાતે સાડાદસ વાગ્યે રાઘવજી પટેલને મગજની જમણી બાજુએ હૅમરેજ થયું હતું. તેમને જામનગરની હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાંથી તેમને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યા હતા.
તૈયારી લૉન્ચની
ઇસરો દ્વારા ૧૭ ફેબ્રુઆરીએ જીએસએલવી - એફ ૧૪ / ઇન્સેટ ૩ડીએસને શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ મથકેથી અંતરીક્ષમાં લૉન્ચ કરવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. પી.ટી.આઇ.
રણમાં વરસાદી તોફાન
સામાન્યપણે વરસાદથી અછૂતા રહેતા મધ્ય-પૂર્વના કુવૈતમાં તોફાની પવન સાથે પડેલા ભારે વરસાદને લીધે પાણી ભરાઈ ગયાં હતાં અને લોકોએ ટ્રાફિક જૅમનો સામનો કરવો પડ્યો હતો.