Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફક્ત 1 દિવસ બાકી! LPG-PNG કનેક્શન અંગે સરકારી ડેડલાઇન કાલે થશે પૂર્ણ, નહીં તો...

ફક્ત 1 દિવસ બાકી! LPG-PNG કનેક્શન અંગે સરકારી ડેડલાઇન કાલે થશે પૂર્ણ, નહીં તો...

Published : 29 June, 2026 08:53 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

30 જૂન સુધીમાં કેટલીક ફરજિયાત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જરૂરી છે નહીં તો તેમના LPG કનેક્શન બંધ થવાની શકયતા છે. 1 જુલાઈથી LPG સંબંધિત ઘણા નિયમો બદલાશે, જેની સીધી અસર લાખો ગ્રાહકો પર પડશે. ચાલો જાણીએ કે 30 જૂન પહેલાં કઈ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દેશભરમાં લગભગ દરેક ઘરમાં LPG નો ઉપયોગ થાય છે. HP, Indane અને Bharat Gas ના ગ્રાહકો માટે એક મહત્તવપૂર્ણ સમાચાર છે. 30 જૂન સુધીમાં કેટલીક ફરજિયાત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જરૂરી છે નહીં તો તેમના LPG કનેક્શન બંધ થવાની શકયતા છે. 1 જુલાઈથી LPG સંબંધિત ઘણા નિયમો બદલાશે, જેની સીધી અસર લાખો ગ્રાહકો પર પડશે. ચાલો જાણીએ કે 30 જૂન પહેલાં કઈ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે.

શું તમારી પાસે PNG અને LPG બન્ને કનેક્શન છે?



કેન્દ્ર સરકારે તાજેતરમાં LPG સુધારો આદેશ જાહેર કર્યો હતો. આ નવા નિયમો હેઠળ, PNG અને LPG બન્ને કનેક્શન ધરાવતા ગ્રાહકોએ એક મહિનાની અંદર તેમના HP, Indane અથવા Bharat Gas LPG કનેક્શન પરત કરવા જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતા જતાં ગ્રાહકોની LPG સેવા બંધ થઈ શકે છે. જે ગ્રાહકો નિર્ધારિત સમયમર્યાદામાં તેમના LPG કનેક્શન પરત કરે છે તેમને એક ખાસ કૂપન પ્રાપ્ત થશે, જે ભવિષ્યમાં જરૂર પડ્યે ફરીથી LPG કનેક્શન મેળવી શકશે.


બીજો મહત્તવપૂર્ણ સરકારી નિર્દેશ શું છે?

માર્ચમાં, સરકારે એવા વિસ્તારોના રહેવાસીઓને નિર્દેશ આપ્યો હતો જ્યાં PNG સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાંનાં લોકો LPG ને બદલે PNG કનેક્શન પસંદ કરે. ગ્રાહકોને આ બદલાવ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જો ગ્રાહકો આ સમયગાળા દરમિયાન PNG કનેક્શન મેળવવામાં નિષ્ફળ જાય, તો તેમના LPG કનેક્શનને કટ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા નિર્ધારિત સમયમર્યાદા જૂનમાં સમાપ્ત થઈ રહી હોવાથી, અસરગ્રસ્ત ગ્રાહકોએ સંભવિત મુશ્કેલીઓ ટાળવા માટે તાત્કાલિક જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જોઈએ.


30 જૂન સુધીમાં e-KYC પૂર્ણ કરવું પણ ફરજિયાત રહેશે

LPG ગ્રાહકો માટે 30 જૂન સુધીમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. જો તમારી પાસે સક્રિય LPG કનેક્શન છે, તો ખાતરી કરો કે તમે આ તારીખ સુધીમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી છે; નહિંતર, 1 જુલાઈથી ગૅસ સિલિન્ડર બુક કરતી વખતે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગ્રાહકો સંબંધિત ગૅસ કંપનીની મોબાઇલ એપ્લિકેશન દ્વારા e-KYC પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે.

શું LPG સિલિન્ડરના ભાવ ઘટશે?

છેલ્લા કેટલાક મહિનાઓથી વૈશ્વિક તણાવનું વાતાવરણ રહ્યું છે. જોકે, હવે તે તણાવ થોડો ઓછો થતાં, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલી ગયું છે. પરિણામે, LPGના ભાવ ઘટવાની શક્યતા છે. હવે બધાની નજર તેના પર છે કે શું કેન્દ્ર સરકાર 1 જુલાઈના રોજ ઘરેલુ ગૅસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનો નિર્ણય લેશે કે પછી ભાવ ફરી એક વખત વધશે.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 08:53 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK