પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પતિ મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલની પત્ની નિકિતા કૌલ ગઈ કાલે સેનામાં લેફ્ટનન્ટ તરીકે શામિલ થઈ ગઈ હતી.
શહીદ પતિના પગલે
પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પતિ મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલની પત્ની નિકિતા કૌલ ગઈ કાલે સેનામાં લેફ્ટનન્ટ તરીકે શામિલ થઈ ગઈ હતી. સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય. કે. જોશીએ ચેન્નઈમાં તેમના ખભા પર સ્ટાર લગાવ્યો હતો. જે સમયે પતિ શહીદ થયા ત્યારે જ નિકિતાએ આર્મીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો તેમ જ બે જ વર્ષમાં એને સાકાર કરી બતાવ્યો હતો.


