નરેન્દ્ર મોદીના ઘરે યોજાઈ NDAના પક્ષોની મીટિંગ
ગઈ કાલે નરેન્દ્ર મોદીના ઘરે યોજાયેલી NDAના પક્ષોની મીટિંગમાં નરેન્દ્ર મોદી સાથે BJPના નેતાઓ ઉપરાંત ચંદ્રાબાબુ નાયડુ, નીતીશ કુમાર અને એકનાથ શિંદે
ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રણિત નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના નેતા તરીકે ગઈ કાલે નરેન્દ્ર મોદીને પસંદ કરવામાં આવ્યા હતા અને શનિવારે નવી સરકારનો શપથસમારોહ યોજવામાં આવશે એવી શક્યતા છે. તેઓ સતત ત્રીજી વાર વડા પ્રધાન બનશે. BJPએ NDAના સાથીપક્ષો તેલુગુ દેસમ પાર્ટી (TDP) અને જનતા દળ (યુનાઇટેડ) (JD-U)ના પ્રમુખો પાસેથી કેન્દ્રની નવી સરકારને ટેકો આપતા પત્રો પણ મેળવી લીધા છે.
ગઈ કાલે વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી NDAના સાથીપક્ષોની બેઠકમાં મોદીને અલાયન્સના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને તેમણે દેશમાં કરેલા વિકાસ માટે તેમને અભિનંદન આપવામાં આવ્યાં હતાં. મોદીના વિકસિત ભારતના સપનાને સાથીપક્ષો સાથ આપશે એવું પણ કહેવામાં આવ્યું હતું.

