° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


પૃથ્વીને બચાવવાનું નાસાનું મિશન સફળ

28 September, 2022 02:01 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે વહેલી સવારે ઍસ્ટેરૉઇડ સાથે અથડાયું ડાર્ટ અવકાશયાન

પૃથ્વીને બચાવવાનું નાસાનું મિશન સફળ

પૃથ્વીને બચાવવાનું નાસાનું મિશન સફળ

નવી દિલ્હી ઃ ભવિષ્યમાં ઍસ્ટેરૉઇડ પૃથ્વી સાથે અથડાય તો એના માટેની તૈયારી કરતું નાસાનું ઍસ્ટેરૉઇડ-ડિફ્લેક્ટિંગ (ડાર્ટ) મિશન એ દિશામાં પહેલું પગલું છે, કારણ કે આજથી ૬.૬ કરોડ વર્ષ પહેલાં આવું જ એક ઍસ્ટેરૉઇડ પૃથ્વી સાથે અથડાયું હતું, જેને કારણે ડાયનોસૉર માર્યા ગયા હતા. ભલે હાલ એની શક્યતા ઓછી હોય, તેમ છતાં જો એવું બન્યું તો કઈ રીતે અવકાશી ખડકોથી પૃથ્વીને સુર​ક્ષિત રાખી શકાય એની ચકાસણી કરી શકાશે. ગઈ કાલે ડાર્ટ અવકાશયાન આવા જ એક ઍસ્ટેરૉઇડ સાથે અથડાયું હતું. વૈજ્ઞાનિકો આ મિશનની અસર જાણ્યા બાદ મોટા ઍસ્ટેરૉઇડ માટે પણ તૈયારી કરશે.

નાસાએ અવકાશયાનને જાણી જોઈને ઍસ્ટેરૉઇડ સાથે અથડાવ્યું હતું. નાસાના ડાર્ટ મિશન સાથે સંકળાયેલા બૅન્ગલોરના ભારતીય વૈજ્ઞાનિકે કહ્યું હતું કે આગામી ૧૦૦ વર્ષ સુધી તો પૃથ્વી સાથે કોઈ ઍસ્ટેરૉઇડ ટકરાય એવી શક્યતા નથી, જેને કારણે સામુહિક જાનહાનિ થઈ શકે, તેમ છતાં આપણે તૈયાર રહેવું જરૂરી છે.’ 
નાના ઍસ્ટેરૉઇડ પૃથ્વી સાથે અથડાતા રહે છે, પરંતુ વાતાવરણમાં ઉત્પન્ન થતી ગરમીને કારણે એ બળી જાય છે. ડાર્ટ મિશનની સફળતા બાદ હવે વૈજ્ઞાનિકો એ વાતની ચકાસણી કરશે કે કઈ રીતે ઍસ્ટેરૉઇડની ભ્રમણકક્ષાને બદલી શકાય. 

 આ મિશન ભવિષ્ય માટે જોખમી ઍસ્ટેરૉઇડથી બચાવ કરવામાં મદદ કરશે. આ મિશન ઍસ્ટેરૉઇડને માર્ગ બદલવા માટે વિચલિત કરતું એક પ્રાયોગિક મિશન છે. ભવિષ્યમાં પૃથ્વી તરફ આવતા ઍસ્ટેરૉઇડને સલામત અંતરથી માર્ગ બદલવા માટે વિચલિત કરી શકીએ છીએ. 
ગૌતમ ચટ્ટોપાધ્યાય, નાસાની જેટ પ્રોપલ્શન લૅબોરેટરી (જેપીએલ)ના વૈજ્ઞાનિક.

28 September, 2022 02:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Andhra Pradesh Crime: મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ગળું કાપી હત્યા

એક સોફ્ટવેર પ્રોફેશનલ પર દવાનો અભ્યાસ કરતી તેની ગર્લફ્રેન્ડનું ગળું કાપીને છરી વડે હત્યા કરવાનો આરોપ છે.

06 December, 2022 02:52 IST | Andhra Pradesh | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

શું છે મહાપરિનિર્વાણ દિવસ? ડૉ. આંબેડકરની પુણ્યતિથિ કેમ ઉજવાય છે આ રીતે?

દરવર્ષે 6 ડિસેમ્બરના દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે.

06 December, 2022 12:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

BR Ambedkar:રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

આજે દેશના બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર (BR Ambedkar)ની 67મી પુણ્યતિથિ છે.

06 December, 2022 12:11 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK