કેન્દ્રીય નાણાપ્રધાન સાથેની મુલાકાત ઉપરાંત અજય બાંગા તેમની બે-દિવસીય મુલાકાત દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન એસ. જયશંકર અને ટોચના અધિકારીઓને પણ મળવાના હતા.
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ બૅન્કના પ્રમુખપદના અમેરિકી ઉમેદવાર અજય બાંગાની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેમની ભારતની બે-દિવસીય મુલાકાત રદ કરવામાં આવી હતી. નાણાં મંત્રાલયના નિવેદન મુજબ અજય બાંગા ક્વૉરન્ટીન હોવાથી નિર્મલા સીતારમણ સાથેની તેમની મીટિંગ નહીં થાય. કેન્દ્રીય નાણાપ્રધાન સાથેની મુલાકાત ઉપરાંત અજય બાંગા તેમની બે-દિવસીય મુલાકાત દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન એસ. જયશંકર અને ટોચના અધિકારીઓને પણ મળવાના હતા.