માયાવતી ચાર વખત ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે
માયાવતી
બહુજન સમાજ પાર્ટી (BSP)ની ગઈ કાલે યોજાયેલી રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકમાં ૬૮ વર્ષનાં નેતા માયાવતીને ફરીથી સર્વાનુમતે પાંચ વર્ષ માટે પાર્ટીનાં પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માયાવતી ચાર વખત ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે. આશરે બે દાયકા પહેલાં પાર્ટીના સ્થાપક કાંશીરામે તેમને પોતાનાં રાજકીય ઉત્તરાધિકારી જાહેર કર્યાં હતાં.


