એવી અટકળો કરવામાં આવી રહી હતી કે વરુણ ગાંધી કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.
વરુણ ગાંધી , મેનકા ગાંધી
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભાની બેઠક પરથી વરુણ ગાંધીનું પત્તું કાપ્યું છે. તેમના સ્થાને યોગી સરકારના કૅબિનેટ પ્રધાન જિતિન પ્રસાદને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. ત્યાર બાદ એવી અટકળો કરવામાં આવી રહી હતી કે વરુણ ગાંધી કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. જોકે તેમનાં માતા અને BJPના સુલતાનપુરનાં ઉમેદવાર મેનકા ગાંધીને આ બાબતે પૂછવામાં આવ્યું કે વરુણ ગાંધી કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે? કે કેમ તો એના જવાબમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે વરુણ ગાંધી કૉન્ગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડશે. BJPએ પીલીભીતની બેઠક પરથી વરુણ ગાંધીનું પત્તું કાપ્યું છે, પરંતુ સુલતાનપુરથી મેનકા ગાંધીને ફરી ટિકિટ આપી છે. આથી વરુણ ગાંધી મોકળા મને કશું કંઈ કહી રહ્યા નથી.

