લગ્નના આઠ દિવસ બાદ યુવાને કુહાડીથી પરિવારના આઠ જણને રહેંસી નાખ્યા
ઘટનાસ્થળે તપાસ માટે ભેગા થયેલા સિનિયર પોલીસ અધિકારીઓ
મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તાર છિંદવાડા જિલ્લાના બોડલ કાચર નામના ગામનાં ૨૭ વર્ષના દિનેશ સરિયામનાં લગ્ન ૨૧ મેએ થયાં હતાં, પણ લગ્નના આઠ દિવસ બાદ બુધવારે વહેલી સવારે તેણે ઘરના આઠ સભ્યોની કુહાડીથી હત્યા કર્યા બાદ જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો. દિનેશ માનસિક રીતે બીમાર હતો. તેણે પત્ની, મમ્મી, બહેન, ભાઈ, ભાભી અને તેમનાં ત્રણ બાળકોની હત્યા કરી હતી. તે ભત્રીજાને પણ મારવાનો હતો. જોકે તે ભાગી છૂટ્યો હોવાથી બચી ગયો હતો.

