વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધતાં કહ્યું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
લોકસભાની ચૂંટણીમાં વિજય બાદ BJPના મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ જેટલી બેઠકો પર વિજય મેળવ્યો છે એટલી બેઠકો એકત્રિત વિપક્ષ મેળવી શક્યો નથી.
સ્પીચની શરૂઆત જય જગન્નાથથી કરતાં મોદીએ કહ્યું હતું કે ‘આ દિવસ ખૂબ જ શુભ છે, NDA સતત ત્રીજી વાર કેન્દ્રમાં સરકાર બનાવશે. આ માટે હું લોકોનો આભાર માનું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં લોકોએ BJP અને NDAમાં વિશ્વાસ દર્શાવ્યો છે.’
ADVERTISEMENT
ઓડિશામાં BJPનો વિજય અને આંધ્ર પ્રદેશમાં NDAની સરકાર બનવાની છે એ મુદ્દે બોલતાં મોદીએ કહ્યું હતું કે ‘૧૯૬૨ બાદ પહેલી વાર કેન્દ્રમાં બે ટર્મ પૂરી કર્યા બાદ સતત ત્રીજી વાર સરકાર સત્તામાં વાપસી કરી રહી છે. NDAએ આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે. આ રાજ્યોમાં કૉન્ગ્રેસનો સફાયો બોલાયો છે. ઓડિશામાં BJP પહેલી વાર સરકાર બનાવશે. ઓડિશા લોકસભામાં પણ BJPએ સારો દેખાવ કર્યો છે.’
જમ્મુ અને કાશ્મીરમાં વધારે પ્રમાણમાં મતદારો મત આપવા બહાર આવ્યા એનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે ‘જમ્મુ અને કાશ્મીરમાં લોકોએ રેકૉર્ડ મતદાન કર્યું છે. જે લોકો દેશને બદનામ કરવા માગતા હતા તેમને મતદારોએ પાઠ ભણાવ્યો છે. આ વિજય માટે હું લોકોને સલામ કરું છું.’
નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું હતું કે ‘ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમાર અમારા ભરોસાપાત્ર સાથી છે. BJPએ અબકી બાર ૪૦૦ પારનો નારો આપ્યો હતો, પણ BJPને સાદી બહુમતી માટેની ૨૭૨ બેઠકો પણ મળી નથી.

