જાણો કેમ ટ્રાફિક સિગ્નલની લાઈટ હોય છે લાલ, પીળા અને લીલા રંગની?
જાણો કેમ ટ્રાફિક સિગ્નલની લાઈટ હોય છે લાલ, પીળા અને લીલા રંગની?
રસ્તા પર સુરક્ષિત ચાલવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ નિયમોમાં ટ્રાફિક સિગ્નલ પણ આવે છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા જ હોય છે. પરંતુ અમે જણાવી દઈએ કે ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગની લાઈટ લાગેલી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આખરે ટ્રાફિક લાઈટમાં આ રંગોનો જ કેમ ઉપયોગ કરવામાં આવે છે, કોઈ બીજા રંગનો કેમ નહીં?
પહેલા તો અમને આ ત્રણ રંગોનો મતલબ કહી દઈએ. લાલ રંગની ટ્રાફિક લાઈટનો મતલબ હોય છે તો તમે તમારી ગાડી રોકી દો. ટ્રાફિક લાઈટ પીળી હોય તો તમે આગળ વધવા માટે તૈયાર થઈ જાવ અને લીલી થાય કે તરત જ તમે આગળ વધો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાનું સૌથી પહેલી ટ્રાફિક લાઈટ 10 ડિસેમ્બર, 1868માં લંડનના બ્રિટિશ હાઉસ ઑફ પાર્લિયામેન્ટની સામે લગાવવામાં આવ્યું હતું. આ લાઈટને જેકે નાઈક નામના રેલવે એન્જિનિયરે લગાવી હતી. ત્યારે રાત્રે ટ્રાફિક લાઈટ જોઈ શકાય એટલે તેમાં ગેસ ભરી શકાય. જો કે વધારે દિવસો સુધી ન ચાલી શક્યુ પરંતુ તે ગેસના કારણે ફુટી જતા હતા.ખાસ વાત એ હતી કે એ સમયે ટ્રાફિક લાઈટમાં માત્ર 2 રંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
પહેલી વીજળીથી ચાલતી લાઈટ સંયુક્ત રાજ્ય અમેરિકામાં વર્ષ 1890માં લગાવવામાં આવ્યું હતું. જે બાદથી ટ્રાફિક લાઈટનો ઉપયોગ દુનિયાના ખુણા ખુણામાં થવા લાગ્યો.
ટ્રાફિક સિગ્નલમાં આ રંગો વપરાવાનું કારણ કાંઈક આવું છે. લાલ રંગ અન્ય રંગોની સરખામણીમાં ઘાટો હોય છે. તે દૂરથી જોઈ શકાય છે. જેથી તેને જોઈને દૂરથી વાહન ચાલક વાહન થોભાવી શકે છે.
પીળો રંગ ઊર્જા અને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. ટ્રાફિકમાં પીળા રંગની લાઈટનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે જેથી તમે તમારી ઊર્જા સમેટીને ફરી રસ્તા પર ચાલવા માટે તૈયાર થઈ જાવ.
આ પણ જુઓઃ કુદરતના ખોળે વસેલા ડાંગની આ જગ્યાઓની અચૂક લેજો મુલાકાત
ADVERTISEMENT
લીલો રંગ શાંતિ અને પ્રકૃતિનો રંગ માનવામાં આવે છે. ટ્રાફિક લાઈટમાં આ રંગનો ઉપયોગ એટલે કરવામાં આવે છે કારણ કે તે ખતરાની વિરુદ્ધનું છે. તે આંખને ઠંડક આપે છે. જેનો મતલબ એ થાય છે કે હવે તમે કોઈ ખતરા વગર આગળ વધી શકો છો.

