દોષીએ અનેક વર્ષો સુધી સાવકી પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. દીકરીની માતા જ્યારે કામ પર જતી રહે ત્યારે સાવકો પિતા હેવાનિયત કરતો હતો.
પ્રતીકાત્મક તસવીર
કેરલામાં સાવકી પુત્રી પર વારંવાર બળાત્કાર કરવાના કેસમાં એક કોર્ટે તેના પિતાને ૧૪૧ વર્ષની જેલની સજા ફટકારી છે. દોષીએ અનેક વર્ષો સુધી સાવકી પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. દીકરીની માતા જ્યારે કામ પર જતી રહે ત્યારે સાવકો પિતા હેવાનિયત કરતો હતો.
પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટની વિવિધ કલમો હેઠળ મંજેરી ફાસ્ટ ટ્રૅક કોર્ટના જજ એ. એમ. અશરફે આ સજા સંભળાવી હતી. ૨૯ નવેમ્બરે આ જેલની સજા સંભળાવવામાં આવી હતી. તેને વિવિધ ગુનામાં જેલની સજા સંભળાવવામાં આવી છે પણ બધી સજા એકસાથે ચાલુ રહેવાથી તેને ૪૦ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.
ADVERTISEMENT
કોર્ટે તેને ૭.૮૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દોષીએ સાવકી દીકરીને વળતર પણ આપવાનું રહેશે.
આ કેસ સંદર્ભે પોલીસે કહ્યું હતું કે ‘આરોપી અને પીડિતા બેઉ તામિલનાડુનાં છે અને ૨૦૧૭થી તે સાવકી દીકરીનું જાતીય શોષણ કરતો હતો. દીકરીએ માતાને વાત કર્યા બાદ તેની મિત્રની સલાહ બાદ તેણે પોલીસ-ફરિયાદ કરી હતી.’


