ઓબીસી મુસ્લિમો માટેના ચાર ટકા ક્વોટાને વોક્કલિગા અને લિંગાયત એમ બે સમુદાયમાં વહેંચી દેવામાં આવ્યો છે.

કર્ણાટકના સીએમ : તસવીર મિડ-ડે
કર્ણાટક સરકારે શુક્રવારે ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) મુસ્લિમો માટેના ચાર ટકા ક્વોટાને નાબૂદ કરી દીધો હતો. ઉપરાંત જૉબ્સ અને એજ્યુકેશનમાં અનામત માટે બે નવી કૅટેગરીની જાહેરાત કરી હતી. બીજેપી શાસિત આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના માત્ર એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ આ જાહેરાત કરી હતી. ઓબીસી મુસ્લિમો માટેના ચાર ટકા ક્વોટાને વોક્કલિગા અને લિંગાયત એમ બે સમુદાયમાં વહેંચી દેવામાં આવ્યો છે. હવે આ ક્વોટા માટે પાત્ર મુસલમાનોને આર્થિક રીતે પછાત વર્ગોના ક્વોટા હેઠળ અનામત મળશે.