ત્રણ ચોર વૅન ચોરી કરવા માટે પહોંચ્યા. બધું યોજના પ્રમાણે ચાલી રહ્યું હતું. બધાની નજરથી બચીને તે વૅન પાસે પહોંચ્યા. લૉક ખોલી લીધો. જ્યારે વૅન ચલાવવાનો વારો આવ્યો તો ખબર પડી કે ત્રણેયમાંથી કોઈને પણ ડ્રાઈવિંગ આવડતું નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ત્રણ ચોર વૅન ચોરી કરવા માટે પહોંચ્યા. બધું યોજના પ્રમાણે ચાલી રહ્યું હતું. બધાની નજરથી બચીને તે વૅન પાસે પહોંચ્યા. લૉક ખોલી લીધો. જ્યારે વૅન ચલાવવાનો વારો આવ્યો તો ખબર પડી કે ત્રણેયમાંથી કોઈને પણ ડ્રાઈવિંગ આવડતું નથી. ત્યાર બાદ ચોર 10 કિમી સુધી વૅનને ધક્કો મારીને લઈ ગયા.
જ્યારે ત્રણેયની તાકાતે જવાબ આપી દીધો તો ગાડી છોડીને ચાલ્યા ગયા. જો કે, પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી છે. આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાની છે. અહીંના ડબૌલી વિસ્તારમાં ત્રણ ચોર એક મારુતિ વૅન ચોરવા માટે પહોંચ્યા હતા. ચોરોમાં બે કૉલેજમાં ભણતા વિદ્યાર્થી છે, જ્યારે એક અન્ય શખ્સ હતો. ત્રણેય જણાં ગાડી પાસે પહોંચી ગયા.
10 કિમી સુધી ધક્કો મારીને થાક્યા
જ્યારે ત્રણેયને ખબર પડી કે તેમનામાંથી કોઈને પણ ડ્રાઈવિંગ નથી આવડતું તે તેમણે પોતાનો પ્લાન બદલ્યો. નક્કી કર્યું કે ગાડીને ધક્કો મારીને લઈ જશે. ત્યાર બાદ ત્રણેય ચોરે ગાડીને ડબૌલીથી કલ્યાણપુર સુધી લગભગ 20 કિલોમીટર સુધી ધક્કો મારીને લઈ ગયા. ધીમે ધીમે ત્રણેયના શરીરે જવાબ આપ્યો. આખરે ત્રણેય થાક્યા અને હાર સ્વીકારી. ગાડીને અડધે રસ્તે જ છોડીને ભાગી ગયા.
એક બી-ટૅક તો બીજો કરી રહ્યો બી-કૉમ
કાનપુર પોલીસે મંગળવારે ત્રણેય ચોરોની ધરપકડ કરી લીધી. આરોપીઓની ઓળખ સત્યમ કુમાર, અમન ગૌતમ અને અમિત વર્મા તરીકે થઈ છે. સત્યમ મહારાજપુરના એક ઈન્જીનિયરિંગ કૉલેજમાંથી બીટેક કરી રહ્યો છે, તો અમન ડીબીએસ કૉલેજમાંથી બીકૉમ અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. અમિત કાર્યરત છે. સહાયક પોલીસ કમિશન (એસીપી) ભીજ નારાયણ સિંહે કહ્યું કે ત્રણેય આરોપીઓએ 7મેના રોજ ડબૌલી વિસ્તારમાંથી વાહન ચોર્યું હતું.
આ પણ વાંચો : Photos: CM એકનાથ શિંદેએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પર પહેલી બસને બતાવી લીલી ઝંડી
એસીપીએ કહ્યું કે લૂંટનું ષડયંત્ર અમિતે રચ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે ચોરીના વાહનોને સત્યમ દ્વારા બનાવાવમાં આવતી વેબસાઈટ દ્વારા વેચવાની યોજના હતી. સત્યમ ચોરીના વાહનોને વેચવા માટે એક વેબસાઈટ બનાવી રહ્યો હતો. તેની યોજના હતી કે જો બજારમાં વાહન નહીં વેચાય તો તે વેબસાઈટ દ્વારા વેચી નાખશે.