છેલ્લા કેટલાય દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતાં.
માધવી રાજે સિંધિયા
કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનાં માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે સવારે દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં અવસાન થયું હતું. ગ્વાલિયર રાજવી પરિવારનાં આ રાજમાતાએ સવારે ૯.૨૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાય દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતાં. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં અને ન્યુમોનિયા તથા સેપ્સિસથી પીડાતાં હતાં. તેઓ કૉન્ગ્રેસના સ્વર્ગસ્થ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન માધવરાવ સિંધિયાનાં પત્ની હતાં. માધવરાવનું મૃત્યુ ૨૦૦૧માં વિમાન-અકસ્માતમાં થયું હતું.

