પાર્ટીએ કહ્યું હતું કે એજન્સીએ BJP પાસેથી પણ કાયદાના ભંગ બદલ ટૅક્સ વસૂલવો જોઈએ.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કૉન્ગ્રેસને તાજેતરમાં ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ૧૮૨૩.૦૮ કરોડ રૂપિયાની નોટિસ મળ્યા બાદ પાર્ટીએ કહ્યું હતું કે એજન્સીએ BJP પાસેથી પણ કાયદાના ભંગ બદલ ટૅક્સ વસૂલવો જોઈએ. કૉન્ગ્રેસના મહાસચિવ જયરામ રમેશ સાથે પ્રેસ-કૉન્ફરન્સ સંબોધતાં પાર્ટીના ખજાનચી અજય માકને જણાવ્યું હતું કે જે પરિમાણોના આધારે અમારી પાર્ટીના ઉલ્લંઘનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે એ જ પરિમાણોનો ઉપયોગ કરીને અમે BJPએ કરેલા ગંભીર ઉલ્લંઘનનું વિશ્લેષણ કર્યું છે. એ મુજબ IT વિભાગે BJP પાસેથી ૪૬૦૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલવો જોઈએ.
જયરામ રમેશે એવો આક્ષેપ કર્યો હતો કે ‘BJPએ ઇલેક્ટોરલ બૉન્ડ્સ સ્કૅમ દ્વારા ૮૨૦૦ કરોડ રૂપિયા ભેગા કર્યા છે. કૉન્ગ્રેસને આર્થિક રીતે તોડી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે, પણ અમે ડરવાના નથી.’

