Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઈડીએ આઇરિયો ગ્રુપની ૧૩૧૭. ૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી

ઈડીએ આઇરિયો ગ્રુપની ૧૩૧૭. ૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી

17 October, 2022 09:20 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ આ પ્રૉપર્ટીઝ ટાંચમાં લેવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ રિયલ એસ્ટેટ કંપની આઇરિયો પ્રાઇવેટ લિમિટેડ, એના મૅનેજિંગ ડિરેક્ટર-કમ-વાઇસ પ્રેસિડન્ટ લલિત ગોયલ, પેટાકંપનીઓ અને આ કંપનીમાં મહત્ત્વનાં પદો પર રહેલી વ્યક્તિઓની ૧૩૧૭. ૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.

પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ આ પ્રૉપર્ટીઝ ટાંચમાં લેવામાં આવી છે. ટાંચમાં લેવામાં આવેલી પ્રૉપર્ટીઝમાં જમીન, કમર્શિયલ પ્રૉપર્ટી, પ્લૉટ, મકાનો અને બૅન્ક અકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.



ઈડીએ આઇરિયો પ્રાઇવેટ લિમિટેડ, એની પેટા કંપનીઓ, એના ડિરેક્ટર્સ તેમ જ મહત્ત્વનાં પદો પર રહેલી વ્યક્તિઓની વિરુદ્ધ ગુરુગ્રામ, પંચકુલા, લુધિયાણા અને દિલ્હીમાં જુદાં-જુદાં પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવેલી ૩૦ ફરિયાદોને આધારે તપાસ શરૂ કરી હતી.  


ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે આ વ્યક્તિઓએ ફ્લૅટ્સ, પ્લૉટ અને કમર્શિયલ પ્રૉપર્ટી આપવાનું વચન આપીને નિર્દોષ લોકોની સાથે છેતરપિંડી કરી છે. આ લોકોએ ગ્રાહકોને ન તો તેમના પ્રોજેક્ટ્સ આપ્યા છે કે ન તો તેમના રૂપિયા પાછા આપ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2022 09:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK