સિંગાપોરના પે નાઉ સાથે કરાર કરવામાં આવ્યો છે
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
નવી દિલ્હી : દેશમાં ડિજિટલ પેમેન્ટ માટેનું સૌથી સરળ માધ્યમ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) વૈશ્વિક બ્રૅન્ડ બની ગયું છે. સિંગાપોર જેવા વિકસિત દેશમાં યુપીઆઇથી ચુકવણી કરી શકાશે. સિંગાપોરના પે નાઉ સાથે કરાર કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લી સીન લંગની હાજરીમાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ અને મૉનિટરી ઑથોરિટી ઑફ સિંગાપોરના ડિરેક્ટર રવિ મેનન મંગળવારે સિંગાપોરમાં યુપીઆઇથી ચુકવણીની શરૂઆત કરશે.


