બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જલેબીબાબાની તસવીર
લારી પર જલેબી વેચતાં-વેચતાં હરિયાણાના તોહનામાં આવેલા બાબા બાલકનાથ મંદિરના મહંત બની ગયેલા સ્વયંઘોષિત ભગવાન બાબા બિલ્લુ રામ ઉર્ફે જલેબીબાબાનું મંગળવારે રાતે જેલમાં મૃત્યુ થયું હતું. તેમની ત્રણ શિષ્યાઓ પર બળાત્કાર કરવાના કેસમાં દોષિત બાબાને ૧૪ વર્ષના કારાવાસની સજા થઈ હતી અને તેમને હિસારની જેલમાં પૂરવામાં આવ્યા હતા. બાબાને ડાયાબિટીઝ હતો અને તેમને હાર્ટ-અટૅક આવ્યો હતો, જેમાં ઉપચાર દરમ્યાન તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાબાનું નામ રામ પાંડે ઉર્ફે અમરાપુરી હતું અને ૨૦૨૩ના જાન્યુઆરીમાં તેમને બળાત્કારના કેસમાં સજા મળ્યા બાદ જેલમાં પૂરવામાં આવ્યા હતા. ૨૦૧૮માં તેની સામે બળાત્કારની ફરિયાદ કરવામાં આવી હતી. બળાત્કારનો ભોગ બનેલી સગીર વયની એક યુવતી હતી.

