કહ્યું કે ભગવાન શ્રીરામે વાનરોને બદલે અયોધ્યાના લોકોની મદદ માગી હોત તો સોનાની લંકા જોઈને તેમણે રાવણ સાથે સમજૂતી કરી લીધી હોત
હનુમાનગઢીના મહંત
લોકસભાની ચૂંટણીમાં BJPને ઉત્તર પ્રદેશમાં જોરદાર ઝટકો મળ્યો એમાં અયોધ્યાને આવરી લેતી ફૈઝાબાદ બેઠકનો પણ સમાવેશ છે. આ બેઠક પર BJPને હાર મળ્યા બાદ સોશ્યલ મીડિયામાં લોકો ત્યાંના મતદારો પર જબરદસ્ત ગુસ્સો ઉતારી રહ્યા છે.
હવે આ મુદ્દે અયોધ્યામાં આવેલા બજરંગબલીના મંદિર હનુમાનગઢીના મહંત રાજુ દાસે પણ મૌન તોડીને અયોધ્યાવાસીઓની જોરદાર ટીકા કરતાં કહ્યું હતું કે ‘સારું થયું કે રાવણ સાથે યુદ્ધ કરવા જતી વખતે ભગવાન શ્રીરામે વાંદરા અને રીંછની મદદ લીધી હતી. જો અયોધ્યાવાસીઓની મદદ લીધી હોત તો તેમણે કદાચ રાવણની સોનાની લંકા જોઈને સોનું મેળવવા માટે રાવણ સાથે પણ સમજૂતી કરી લીધી હોત.’

