રિપોર્ટ સબમિટ કરવા માટે છેલ્લે ૧૮ નવેમ્બરે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું કે જ્યારે વધુ ૧૫ દિવસ માગવામાં આવ્યા હતા, પરંતુ અદાલતે ૧૦ દિવસ મંજૂર કર્યા હતા.
ફાઇલ તસવીર
વારાણસી : આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ જ્ઞાનવાપી મસ્જિદના સાયન્ટિફિક સર્વેનો રિપોર્ટ સબમિટ કરવા માટે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસેથી વધુ ત્રણ અઠવાડિયાંનો સમય માગ્યો છે. આ સર્વે લગભગ એક મહિના પહેલાં કમ્પ્લીટ થયો હતો અને આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ એનો રિપોર્ટ ફાઇલ કરવા માટે વધારાનો સમય માગ્યો છે. રિપોર્ટ સબમિટ કરવા માટે છેલ્લે ૧૮ નવેમ્બરે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું કે જ્યારે વધુ ૧૫ દિવસ માગવામાં આવ્યા હતા, પરંતુ અદાલતે ૧૦ દિવસ મંજૂર કર્યા હતા. આ સર્વે ચોથી ઑગસ્ટે શરૂ થયો હતો. વારાણસીની અદાલતે ચાર મહિલા શ્રદ્ધાળુઓની એક અરજી પર આ મસ્જિદના સાયન્ટિફિક સર્વેને ૨૧મી જુલાઈએ મંજૂરી આપી હતી.

