Goa Murder Case: દક્ષિણ ગોવાના પ્રતાપનગર વિસ્તારના જંગલમાં 22 વર્ષીય યુવતીનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે બેંગ્લોરના રહેવાસી સંજય કેવિન એમ. ની હત્યાના આરોપસર ધરપકડ કરી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
દક્ષિણ ગોવાના પ્રતાપનગર વિસ્તારના જંગલમાં 22 વર્ષીય યુવતીનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે બેંગ્લોરના રહેવાસી સંજય કેવિન એમ. ની હત્યાના આરોપસર ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને પ્રેમી હતા. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીની ઓળખ રોશની મોસેસ એમ. તરીકે થઈ છે. તે ઉત્તર બેંગ્લોરની રહેવાસી હતી. બંને તાજેતરમાં લગ્ન કરવાના ઇરાદે બેંગ્લોરથી ગોવા આવ્યા હતા. બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી સંજયે રોશનીનું ગળું કાપીને હત્યા કરી અને લાશને જંગલમાં ફેંકી દીધા પછી બેંગ્લોર ભાગી ગયો.
સોમવારે સાંજે આ ઘટના પ્રકાશમાં આવી. સ્થાનિક લોકોને પ્રતાપનગર જંગલમાં એક યુવતીનો મૃતદેહ મળ્યો. ઘટનાસ્થળે પહોંચેલા દક્ષિણ ગોવાના પોલીસ અધિક્ષક ટીકમ સિંહ વર્માએ જણાવ્યું હતું કે, "આ હત્યા પ્રેમ સંબંધ, લગ્ન પ્રસ્તાવ અને તેનાથી ઉદ્ભવતા વિવાદને કારણે થઈ છે."
પોલીસ તપાસ શરૂ
પોલીસે ગુનાના સ્થળની તપાસ કર્યા પછી કાર્યવાહી શરૂ કરી અને કેટલાક સંકેતોના આધારે, આરોપી સંજય કેવિન એમ. ની ઓળખ અને સ્થાન શોધી કાઢ્યું. આરોપીની 24 કલાકની અંદર બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી. પોલીસ હવે આ કેસમાં હત્યા પાછળના વાસ્તવિક કારણની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હત્યા પૂર્વઆયોજિત હતી કે આવેગમાં કરવામાં આવી હતી.
તાજેતરમાં, હરિયાણવી સંગીત ઉદ્યોગમાં કામ કરતી શીતલ નામની એક મૉલનું ગળું કાપીને બદમાશોએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. મૉડેલનો મૃતદેહ ખાંડા ગામ નજીક રિલાયન્સ કેનાલમાંથી મળી આવ્યો છે. હાલમાં, માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને બદમાશોની શોધ શરૂ કરી દીધી છે.
આ દરમિયાન મહારાષ્ટ્રના સાંગલીમાં વધુ એક એવી જ ઘટના ઘટી છે. જ્યાં લગ્નના 15 દિવસ બાદ જ એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી દીધી છે. મહિલાએ ઊંઘતા પતિ પર કુહાડીથી હુમલો કર્યો અને પતિનો જીવ લઈ લીધો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. સાંગલી જિલ્લાના કુપવાડમાં રાધિકા લોખંડે નામની મહિલાએ પોતાના પતિની હત્યા કરી દીધી છે. રાધિકાના લગ્ન 23 મેના રોજ અનિલ લોખંડે સાથે થયા હતા. લગ્નના માત્ર ત્રણ અઠવાડિયા પછી આનો દુઃખદ અંત થયો. પોલીસે જણાવ્યું કે 27 વર્ષીય રાધિકા અને 53 વર્ષના અનિલ વચ્ચે 10 જૂનની મોડી રાતે ઝગડો થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ ઝગડામાં રાધિકાએ સૂતી વખતે પોતાના પતિ પર કુહાડીથી હુમલા કર્યો અને તેનો જીવ લઈ લીધો.

