ઉત્તરાખંડ રાજ્યમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ દંપતીએ પૌત્રની ખાતર પોતાના પુત્ર પર કેસ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડ રાજ્યમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ દંપતીએ પૌત્રની ખાતર પોતાના પુત્ર પર કેસ કર્યો છે. એસઆર પ્રસાદે ઉત્તરાખંડની એક કોર્ટમાં કહ્યું, `અમને એક જ પૌત્ર જોઈએ છે`. ન્યૂઝ એજન્સી, ANI અનુસાર, પૌત્ર માટે તેમની ઈચ્છા એવી છે કે તેઓ તેમના પુત્ર અને પુત્રવધૂ પાસેથી પૌત્ર અથવા એક વર્ષમાં પાંચ કરોડ રૂપિયાનો દાવો કરવા માગે છે.
પ્રસાદે કહ્યું કે, અમેરિકામાં પુત્રના શિક્ષણ અને તાલીમ માટે પૈસાની વ્યવસ્થા કર્યા પછી તેની પાસે કોઈ રકમ બાકી રહી નથી. ANI દ્વારા પ્રસાદને ટાંકીને કહેવામાં આવ્યું કે, `અમે પૌત્રની આશા રાખી 2016માં પુત્રના લગ્ન કરાવ્યા હતા. પૌત્ર હોય કે પૌત્રી, અમને તેની પરવા નથી. અમને ફક્ત બાળક જોઈએ છે.`
તેમણે વધુમાં કહ્યું, `મેં મારા બધા પૈસા દીકરાને આપી દીધા, તેને અમેરિકામાં ટ્રેનિંગ અપાવી. હવે મારી પાસે પૈસા નથી. અમે ઘર બનાવવા માટે બેંકમાંથી લોન પણ લીધી છે. અમે નાણાકીય અને વ્યક્તિગત રીતે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. અમારી અરજીમાં અમે પુત્ર અને પુત્રવધૂ પાસેથી 2.5 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
પ્રસાદના વકીલે તેમના પુત્ર વિરુદ્ધની અરજીમાં કહ્યું છે કે આ કેસ સમાજનું કડવું સત્ય દર્શાવે છે. "અમે અમારા બાળકોને સારી કંપનીમાં કામ કરવા માટે લાયક બનાવીએ છીએ." તેમણે વધુમાં કહ્યું કે કાં તો અમને પૌત્ર આપે કાં તો પાંચ કરોડ રૂપિયા આપે.