મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર શબદહનનું સ્થળ પણ બદલવું પડ્યું
ગઈ કાલે વારાણસીમાં ગંગાનું સ્તર ખૂબ વધી જતાં પોતાનો સામાન શિફ્ટ કરતા લોકો.
વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધતાં મંગળવારથી જ ૩૫ ઘાટોનો સંપર્ક તૂટી ગયો હતો. ગઈ કાલ સાંજ સુધી વરસાદ ચાલુ જ હોવાથી દર કલાકે જળસ્તરમાં બે સેન્ટિમીટરનો સતત વધારો થતો રહ્યો છે. એને કારણે આ વર્ષે પહેલી વાર દશાશ્વમેધ ઘાટ પર ગંગાઆરતીનું સ્થળ ૧૦ ફુટ પાછળ ખસેડવું પડ્યું હતું. એટલું જ નહીં, જે ઘાટો અવિરત શબદાહ માટે પ્રસિદ્ધ છે એવા મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર શબદહનની જગ્યા પણ બદલવી પડી હતી.
જળસ્તર વધી રહ્યું હોવા છતાં સેંકડો શ્રદ્ધાળુઓ દૈનિક સંધ્યા આરતીમાં સામેલ થયા હતા.
ADVERTISEMENT
અયોધ્યામાં પણ રામપથ સુધી પાણી ભરાઈ ગયાં
બુધવારે વહેલી સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અયોધ્યામાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રામપથ પર પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હોવાથી વાહનો અટવાઈ ગયાં હતાં.

