આ કંપની ચીનમાં એની પ્રોડક્શન ઍક્ટિવિટી ઘટાડીને બીજા દેશોમાં શરૂ કરવા ઇચ્છે છે.
પ્રતીકાત્મક તસવીર
તાઇપેઇઃ તાઇવાનની ટેક જાયન્ટ કંપની અને ઍપલ કંપનીની મુખ્ય સપ્લાયર ફૉક્સકૉન ભારતમાં વધુ ૧.૫૪ અબજ ડૉલર (૧૨૮.૩૨ અબજ રૂપિયા)નું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્લાનિંગ કરી રહી છે. આ કંપની ચીનમાં એની પ્રોડક્શન ઍક્ટિવિટી ઘટાડીને બીજા દેશોમાં શરૂ કરવા ઇચ્છે છે. હોન હઈ પ્રીસિશનના ઑફિશ્યલ નામથી પણ જાણીતી આ કંપની અનેક કંપનીઓ માટે ડિવાઇસિસ ઍસેમ્બલ કરે છે, જેમાં ખાસ કરીને ઍપલના આઇફોન્સનો પણ સમાવેશ થાય છે. ફૉક્સકૉન ૨૪થી વધુ દેશોમાં કામગીરી કરે છે, પરંતુ એની મુખ્ય કામગીરી ચીનમાં છે.


