વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચેતવણી આપીને દુનિયાને એનો સામનો કરવા સજ્જ થવાની અપીલ કરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પટના હાઈ કોર્ટે રિકવરી એજન્ટ્સના સંબંધમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આ ચુકાદામાં જણાવ્યું છે કે મસલમૅનના માધ્યમથી લોન ચૂકવવામાં ડિફૉલ્ટ થનારા માલિકો પાસેથી વાહનો બળપૂર્વક જપ્ત કરવામાં આવે છે એ બંધારણ દ્વારા ખાતરીપૂર્વક આપવામાં આવેલા જીવન અને આજીવિકાના મૂળભૂત અધિકારોનો સદંતર ભંગ છે. આ પ્રકારની ગુંડાગીરીના મામલે એફઆઇઆર દાખલ થવી જોઈએ.
અદાલતે જણાવ્યું હતું કે બૅન્કો અને એને સમાન ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ જિલ્લા વહિવટીતંત્રની મદદ મેળવીને લોનમાં ડિફૉલ્ટ થનારા લોકોની મૉર્ગેજ કરવામાં આવેલી પ્રૉપર્ટી મેળવીને
અને એની હરાજી કરીને રિકવરી કરી શકે છે.
જસ્ટિસ રાજીવ રંજન પ્રસાદની સિંગલ બેન્ચે રિટ પિટિશન્સનો નિકાલ કરતી વખતે બૅન્કો અને ફાઇનૅન્સ કંપનીઓની આકરી ઝાટકણી કાઢી હતી. અદાલતે બિહારમાં તમામ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ્સને એ ખાતરી કરવા આદેશ આપ્યો હતો કે કોઈ પણ રિકવરી એજન્ટ દ્વારા બળપૂર્વક કોઈ પણ વેહિકલ જપ્ત ન કરવામાં આવે. અદાલતે પોતાના આદેશમાં એમ પણ જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના એક આદેશમાં ગૅન્ગસ્ટર્સ, ગુંડાઓ અને બાહુબલીઓને રિકવરી એજન્ટ્સ તરીકે સામેલ કરીને આ પ્રકારની રિકવરી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.’