એ ઘટનાને લઈને હોટેલની સુરક્ષા-વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જોકે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માંડ-માંડ બચી : ખેલાડીઓ રોકાયા હતા એ ફાઇવસ્ટાર હોટેલમાં આગ
હૈદરાબાદના બંજારા હિલ્સ ખાતે આવેલી ફાઇવસ્ટાર હોટેલ પાર્ક હયાતમાં ગઈ કાલે બપોરે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ એ જ હોટેલ છે જ્યાં IPLની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ખેલાડીઓ રોકાયા હતા.
હોટેલના એક ફ્લોર પર આગ લાગતાં હોટેલ-સ્ટાફે તાત્કાલિક ફાયર-બ્રિગેડને જાણ કરી હતી. એ પછી ફાયર-બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને તાત્કાલિક અન્ય હોટેલમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જણાયું નથી. એ ઘટનાને લઈને હોટેલની સુરક્ષા-વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જોકે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

