ED Raids Former CM Bhupesh Baghel`s House: EDના દરોડા બાદ ભિલાઈમાં ભૂપેશ બઘેલના સમર્થકો ઉગ્ર બની ગયા. EDની ટીમ પર પથ્થરમારો, ગાડી તોડફોડ અને હંગામો થયો. EDએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને પણ 15 માર્ચે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા.
ભૂપેશ બઘેલ (ફાઇલ તસવીર)
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના નિવાસસ્થાન પર ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. 11 કલાકની પૂછપરછ પછી, જ્યારે EDની ટીમ તેમના ઘરની બહાર નીકળી, ત્યારે ભૂપેશ બઘેલના સમર્થકો ઉગ્ર પ્રદર્શન કરવા લાગ્યા. ભિલાઈ શહેરમાં EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. સમર્થકોએ પત્થરમારો કર્યો અને EDની ગાડીઓની તોડફોડ પણ કરી. કાર્યકરોએ ED અધિકારીઓ સાથે ઝપાઝપી પણ કરી અને જાણવામાં આવી રહ્યું છે કે ઘણા કામદારો EDની ગાડીઓ નીચે સૂઈ ગયા હતા. EDના સૂત્રો અનુસાર, આ ઘટનાના પગલે EDના અધિકારીઓ ભિલાઈનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા માટે પહોંચ્યા હતા. જાણકારી મુજબ, EDની ટીમ પર ઈંટ અને પત્થર વડે હુમલો કરવામાં આવ્યો. સુરક્ષા દળોએ તુરંત જ હુમલાખોરને પકડી પાડ્યો અને પોલીસે તેમને અટકમાં લઈ લીધા છે.
ભૂપેશ બઘેલ બહાર આવ્યા ત્યારે થયો હોબાળો
EDની ટીમે લગભગ 11 કલાક સુધી ભૂપેશ બઘેલની પૂછપરછ કરી હતી. જ્યારે તેઓ તેમના નિવાસસ્થાનેથી બહાર નીકળ્યા, ત્યારે સમર્થકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઘટના સ્થળે હાજર હતા, જેઓ EDની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. હોાબાળા દરમિયાન, સમર્થકોએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર પણ કર્યા.
ADVERTISEMENT
વિધાનસભામાં પણ ગાજવીજ
EDની આ કાર્યવાહી વિરુદ્ધ છત્તીસગઢ વિધાનસભામાં પણ હોબાળો મચી ગયો હતો. કૉંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં જ વિવાદ ખડો કર્યો અને ભાજપ સરકાર વિરુદ્ધ ગર્વગૃહ સુધી પહોંચી ગયા. આમ થતાં વિધાનસભા અધ્યક્ષે વિરોધ પક્ષના સભ્યોને સભામાંથી સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભામાંથી બહાર નીકળ્યા બાદ, કૉંગ્રેસના ધારાસભ્યો ગાંધી પ્રતિમાની સામે બેસીને ફરી વિરોધ કર્યો હતો. વિરોધ ચાલુ રહેતા વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.
EDએ ચૈતન્ય બઘેલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા
EDએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને સમન્સ પાઠવ્યા છે. તેને 15 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યો છે. આ કાર્યવાહી રાજ્યમાં શરાબ કૌભાંડ, કોલ લેવીવસૂચિ અને મહાદેવ સટ્ટા એપ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. EDની ટીમે છત્તીસગઢ રાજ્યના વિવિધ 15 સ્થળો પર એક સાથે દરોડા પાડયા હતા.
2024માં પણ થઈ હતી મોટી કાર્યવાહી
છત્તીસગઢના દારૂ કૌભાંડમાં ચૈતન્ય બઘેલનું નામ અગાઉ પણ સામે આવ્યું હતું. મે 2024માં EDએ આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની કુલ 179 સંપત્તિઓને કબજે કરી હતી. આ સંપત્તિઓની કુલ કિંમત 205.49 કરોડ રૂપિયા હતી.
ભાજપના શહેરી વહીવટ મંત્રી અરુણ સાઓની પ્રતિક્રિયા
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં અરુણ સાઓ છત્તીસગઢના ભાજપના શહેરી વહીવટ મંત્રીએ કહ્યું, "જ્યારે પણ આવી ઘટનાની ચર્ચા થાય છે, ત્યારે કૉંગ્રેસ હંમેશા એકસરખા આરોપો લગાવતી હોય છે. પણ આ હકીકતને કેવી રીતે નકારી શકાય કે ભૂપેશ બઘેલના કાર્યકાળ દરમિયાન મોટા ઘોટાળાઓ થયા હતા? જેમાં તેમના નજીકના અધિકારીઓ અને દારૂ કૌભાંડમાં તે સમયના આબકારી મંત્રી પણ સામેલ હતા. EDની કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી છે.

