Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Delhi:EDની ચાર્જશીટમાં CM અરવિંદ કેજરીવાલનું નામ, સિસોદિયાનું કવિતા સાથે કનેક્શન

Delhi:EDની ચાર્જશીટમાં CM અરવિંદ કેજરીવાલનું નામ, સિસોદિયાનું કવિતા સાથે કનેક્શન

11 March, 2023 02:59 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલ્હી શરાબ કૌભાંડમાં પ્રવર્તન નિદેશાલય (ED)ને પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાની રિમાન્ડ મળ્યા બાદ હવે એ ચર્ચા થવા માંડી છે કે આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવા અને સાંસદ સંજય સિંહની પણ પૂછપરછ થઈ શકે છે.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

Liquor Scam

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)


Delhi Liquor Scam: દિલ્હી શરાબ કૌભાંડમાં પ્રવર્તન નિદેશાલય (ED)ને પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાની રિમાન્ડ મળ્યા બાદ હવે એ ચર્ચા થવા માંડી છે કે આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવા અને સાંસદ સંજય સિંહની પણ પૂછપરછ થઈ શકે છે. જણાવવાનું કે આ મામલે તેલંગણાના સીએમ કેસીઆરની દીકરીના કવિતા આજે ઈડી સામે રજૂ થશે.

મનીષ સિસોદિયાને કૉર્ટમાંથી મળ્યો ઝટકો
ઉલ્લેખનીય છે કે દિલ્હીના કહેવાતા શરાબ ગોટાળામાં સીબીઆઈ અને ઈડી અત્યાર સુધી 12 જણની ધરપકડ કરી ચૂકી છે. આમાંથી સૌથી મોટું નામ દિલ્હીના પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાનું છે. શુક્રવારે મનીષ સિસોદિયાને રાઉજ એવેન્યૂ કૉર્ટમાંથી મોટો ઝટકો મળ્યો. કૉર્ટે તેમને ઈડીની 7 દિવસની રિમાન્ડમાં મોકલવાની મંજૂરી આપી દીધી છે. તો, આ મામલે શનિવારે ઈડી તેલંગણા સીએમ કેસીઆરની દીકરી કવિતાની પણ પૂછપરછ કરશે.ઇડીની ચાર્જશીટમાં કેજરીવાલ અને સંજય સિંહનું નામ સામેલ
દિલ્હી શરાબ નીતિ મામલે ઈડીની ચાર્જશીટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહનું પણ નામ સામેલ છે. પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું શરાબ કૌભાંડની તપાસમાં અનેક હજી નેતા ફસાઈ શકે છે. હકિકતે, મનીષ સિસોદિયાને કસ્ટડીમાં લેના માટે ઈડીએ રાઉજ એવેન્યૂ કૉર્ટમાં પોતાની દલીલોમાં રાજ્યસભા સાંસદ સંજય સિંહનું નામ પણ લીધું. ઈડીએ રેસ્ટૉરન્ટના માલિક દિનેશ અરોડાનું નામ ભ્રષ્ટાચાર કૉ-ઑર્ડડિનેટ કરાવવા માટે વાચ્યું. ઈડીએ કૉર્ટમાં કહ્યું કે 2020માં દિનેશ અરોડાને સંજય સિંહનો ફોન આવ્યો કે ચૂંટણી આવી રહી છે અને આપને ફન્ડિંગની જરૂર છે. તો દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ઈડીની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલનો બે જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવામાં એ પણ ચર્ચા થવા માંડી છે અને શું મનીષ સિસોદિયા બાદ હવે અરવિંદ કેજરીવાલી પણ પૂછપરછ કરવામાં આવશે.


વધી શકે છે કે કેજરીવાલની મુશ્કેલી
મીડિયા રિપૉર્ટ પ્રમાણે, એક અધિકારીએ જણાવ્યું કે શરાબ કૌભાંડની ડ્રાફ્ટ કૉપી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની હાજરીમાં અરવિંદ કેજરીવાલના ઘરે બતાવવામાં આવી હતી. તો, એક આરોપી સાથે ફેસટાઈમ પર વાત કરતા દાવો કરવામાં આવ્યો છે કે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું, વિજય નાયર મારો માણસ છે, આથી વાત કરો. જણાવવાનું કે અરવિંદ કેજરીવાલના પીએને બોલાવીને ઈડી પૂછપરછ કરી ચૂકી છે.

આ પણ વાંચો : News In Short: કોર્ટે મનીષ સિસોદિયાને ૧૭ માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા


મનીષ સિસોદિયા અને કવિતા વચ્ચે રાજનૈતિક તાલમેલ: ED
બીજેપી વિરુદ્ધ દેશમાં હાલ બિનકૉંગ્રેસી મોરચો બનાવવામાં લાગેલા કેસીઆરની દીકરી કવિતાનું નામ દિલ્હી શરાબ કૌભાંડમાં સામે આવી રહ્યું છે. કૉર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીના વકીલે જણાવ્યું કે મનીષ સિસોદિયાનો અસિસ્ટન્ટ વિજય નાયર આ સંપૂર્ણ ષડયંત્રને કૉ-ઑર્ડિનેટ કરી રહ્યો હતો. આ કૌભાંડમાં સરકારી તંત્ર, મધ્યસ્થ અને અન્ય અનેક લોકો સામેલ છે. આ ષડયંત્ર વિજય નાયર, મનીષ સિસોદિયા, તેલંગણાના સીએમના ચંદ્રશેખર રાવની દીકરી કવિતા અને અન્ય લોકોએ મળીને રચ્યો. ઈડીએ જણાવ્યું કે દક્ષિણ ગ્રુપના AAP નેતાઓને 100 કરોડની લાંચ આફી, જેના પછી એક ગ્રુપ બનાવવમામાં આવ્યું જેથી દિલ્હીમાં 30 ટકા શરાબ કારોબાર ચલાલવામાં આવી શકે. દસ્તાવેજ બતાવે છે કે નાયરે સિસોદિયાના પ્રતિનિધિ તરીકે કે કવિતા સાથે મુલાકાત કરી. નાયર કે કવિતાને એ જણાવવા માગતો હતો કે સિસોદિયા કઈ રીતે લિકર પૉલિસીને પ્રભાવિત કરી શકે છે. કૉર્ચમાં ઈડીએ કહ્યું કે કવિતાના ઑડિટર બુચ્ચી બાબૂએ જણાવ્યું કે મનીષ સિસોદિયા અને કવિતા વચ્ચે રાજનૈતિક તાલમેલ હતું.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2023 02:59 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK