Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી સરકારનો નિર્ણય : જંતર મંતર પર પ્રદર્શન કરનારાઓ સામે હવે કાનૂની કાર્યવાહી નહીં થાય

દિલ્હી સરકારનો નિર્ણય : જંતર મંતર પર પ્રદર્શન કરનારાઓ સામે હવે કાનૂની કાર્યવાહી નહીં થાય

Published : 31 July, 2026 08:42 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી બાદ ગૃહવિભાગનો આદેશ, અટકાયત કરાયેલા લોકોને મુક્ત કરવાની તજવીજ શરૂ : ગુનાહિત ઇતિહાસ ધરાવતાં તત્ત્વો સામે કાયદાકીય કાર્યવાહી યથાવત્

જંતર મંતર પરનું વિરોધ પ્રદર્શન

જંતર મંતર પરનું વિરોધ પ્રદર્શન


દિલ્હીના જંતર મંતર પર વિરોધ-પ્રદર્શનમાં સામેલ લોકો સામે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી નહીં કરવાનો મોટો નિર્ણય દિલ્હી સરકારે ગુરુવારે લીધો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG)ની મંજૂરી મળ્યા બાદ ગૃહવિભાગ દ્વારા આ વિશેનો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

સરકારી આદેશ અનુસાર આંદોલન દરમ્યાન દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા કુલ ૧૩ કેસની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ પ્રદર્શનકારીની અટકાયત કે ધરપકડ કરવામાં આવી હશે તો તેમના કેસની પુનઃ તપાસ કરીને તેમને ઝડપથી મુક્ત કરવાની કામગીરી હાથ ધરાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે ભવિષ્યમાં કોઈ જ નવી કાર્યવાહી કરવામાં આવશે નહીં અને આ પ્રકરણને બંધ ગણવામાં આવશે.



જોકે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતાં દિલ્હી સરકારે સ્પષ્ટતા કરી છે કે આ રાહત કે સંરક્ષણ ગુનાહિત પૃષ્ઠભૂમિ (ક્રિમિનલ રેકૉર્ડ) ધરાવતા લોકોને મળશે નહીં. આ નિર્ણયથી આંદોલન કરનારા સેંકડો વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓને મોટી રાહત મળી છે. 


હવે પેપર-લીક બદલ રાજીનામું માગવા BJPનો મોરચો


BJPના સપોર્ટરોએ ગઈ કાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ઑફિસની બહાર ધરણાં કરીને પેપર-લીક બદલ પંજાબના એજ્યુકેશન​ મિનિસ્ટરના રાજીનામાની માગણી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 08:42 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK