દવાઓ ખરીદતી વખતે ગ્રાહક પર નજર રહેશે CCTV કૅમેરાની
પ્રતીકાત્મક તસવીર
દેશમાં દવાઓના છૂટક વેચાણને રોકવા માટે ડ્રગ કન્સલ્ટેટિવ કમિટી (DCC)એ મેડિકલ સ્ટોર્સ માટે CCTV કૅમેરા લગાવવાનું ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. DCCએ એ પણ સ્પષ્ટતા કરી છે કે CCTV કૅમેરા સ્ટોરની અંદર એવી જગ્યાએ લગાવવા જોઈએ જ્યાં દવાઓની દરેક ખરીદી અને વેચાણ સ્પષ્ટપણે દેખાય. આનો હેતુ કૅમેરા યોગ્ય દિશામાં ન લગાવવાથી ઊભી થતી ખામીઓને દૂર કરવાનો છે.
શું અસર થશે?
જો આ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે તો દવાના વેચાણ પર સરકારી દેખરેખ વધારવા તરફ એક મોટું પગલું હશે.
તાજેતરની બેઠકમાં DCCએ મોબાઇલ ઍપ્લિકેશન આધારિત ઇન્ફર્મેશન સિસ્ટમ (MIS) અથવા સેન્ટ્રલ મેડિસિન પોર્ટલ સ્થાપિત કરવા માટે પણ સંમતિ આપી હતી. આ પોર્ટલનો હેતુ એક જ જગ્યાએ દવાસંબંધી તમામ ડેટા એકત્રિત કરવાનો છે.
આનાથી દુરુપયોગ થવાની સંભાવના ધરાવતી દવાઓનું રિયલ-ટાઇમ ટ્રૅકિંગ શક્ય બનશે.
