Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉંગ્રેસે સ્મૃતિ ઈરાનીને ગણાવી `મિસિંગ`, કેન્દ્રીય મંત્રીનો જવાબ જોઈ રહી જશો દંગ

કૉંગ્રેસે સ્મૃતિ ઈરાનીને ગણાવી `મિસિંગ`, કેન્દ્રીય મંત્રીનો જવાબ જોઈ રહી જશો દંગ

31 May, 2023 10:14 PM IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

`લાપતા પોસ્ટર` (Missing Poster)ના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) કૉંગ્રેસ (Congress) પર તીખો પલટવાર કર્યો. ઈરાનીએ કહ્યું, "હે દિવ્ય રાજનૈતિક પ્રાણી, હું હજી સિરસિરા ગામ, વિધાનસભા સલોન, લોકસભા અમેઠીમાંથી નીકળી છું ધૂરનપુર તરફ."

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


`લાપતા પોસ્ટર` (Missing Poster)ના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) કૉંગ્રેસ (Congress) પર તીખો પલટવાર કર્યો. ઈરાનીએ કહ્યું, "હે દિવ્ય રાજનૈતિક પ્રાણી, હું હજી સિરસિરા ગામ, વિધાનસભા સલોન, લોકસભા અમેઠીમાંથી નીકળી છું ધૂરનપુર તરફ."


કૉંગ્રેસે બુધવારે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીનો `લાપતા` પોસ્ટર શૅર કર્યો. આમાં કહેવામાં આવ્યું કે ભાજપ નેતા ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનના આરોપો પર ચૂપ છે. કૉંગ્રેસે આરોપ મૂક્યો છે કે મંત્રીએ પહેલવાનોના વિરોધ અને પોલીસ તરફથી તેમની સાથે કરવામાં આવેલા વ્યવહાર વિશે પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ નથી આપ્યો. ઈરાનીએ આને લઈને સોશિયલ મીડિયા પર આવેલી પ્રતિક્રિયાઓ હાઈડ કરી દીધી છે.



કૉંગ્રેસ નેતાએ સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીની એક તસવીર પોસ્ટ કરી. આમાં કહેવામાં આવ્યું હતું કે એક ટ્વીટ છુપાવે છે અને બીજી મહિલા પહેલવાનોના પ્રશ્ન પર ભાગી જાય છે. હકિકતે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે જ્યારે મીડિયા કર્મચારી લેખીને પહેલવાનોના મુદ્દે પ્રશ્ન પૂછે છે તો તે ત્યાંથી દૂર જવા માંડે છે. વીડિયોમાં જોવામાં આવ્યું છે કે તે માઈકને ધક્કો મારીને ગાડીમાં બેસી જાય છે.



સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસ પર કર્યો પલટવાર
`મિસિંગ પોસ્ટર`ના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસ પર આકરા પલટવાર કર્યા. ઈરાનીએ કહ્યું, "હે દિવ્ય રાજનૈતિક પ્રાણી, હું હજી સિરસિરા ગામ, વિધાનસભા સલોન, લોકસભા અમેઠીમાંથી નીકળી છું ધૂરનપુર તરફ. જો પૂર્વ સાંસદને શોધી રહ્યા છો તો મહેરબાની કરીને અમેરિકા સંપર્ક કરો." નોંધનીય છે કે મોદી સરનેમ મામલે દોષી ઠેરવ્યા બાદ રાહુલ ગાંધી લોકસભામાંથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ મામલે કટાક્ષ કરતા ઈરાનીએ કહ્યું કે જો કોઈ પૂર્વ સાંસદને શોધે છે તો મહેરબાની કરીને અમેરિકાનો સંપર્ક કરો.

આ પણ વાંચો : પૈસાની જરૂર હોવાથી મિસકૅરેજના બીજા જ દિવસે સેટ પર પહોંચી ગયાં હતાં સ્મૃતિ ઈરાની

અમેરિકાના પ્રવાસે ગયા છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસ પર મંગળવારે સાંતા ક્લારા પહોંચ્યા. આ દરમિયાન તે પ્રવાસી ભારતીયો સાથે વાત કરવાની સાથે જ અમેરિકન સાંસદો સાથે મુલાકાત કરશે. યૂએસમાં તેમણે કહ્યું કે ભારતમાં એવા લોકો છે જે વિચારે છે કે તે ભગવાનથી વધારે જાણે છે અને વડાપ્રધાન મોદી આનું એક ઉદાહરણ છે. કેલિફૉર્નિયા પ્રાંતના સાંતાક્લારામાં `ઈન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસ યૂએસએ` તરફથી આયોજિત `મોહબ્બત કી દુકાન` કાર્યક્રમને રાહુલ ગાંધીએ સંબોધ્યો. તેમણે કહ્યું કે લોકો સંપૂર્ણ રીતે આ વાતને લઈને આશ્વસ્ત છે કે તે બધું જાણે છે. આ લોકો ઈતિહાસકારોને ઇતિહાસ, વૈજ્ઞાનિકોને વિજ્ઞાન અને સેનાને યુદ્ધ લડવાની રીત જણાવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 10:14 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK